વ્હિકલ ઇન્સ્યોરન્સ પોલિસી સમાપ્ત થાય તેની પહેલા જ તેને રિન્યુ કરાવવાની આવ્શ્યકતા હોય છે. તેનો ઉદ્દેશ્ય હાલની પોલિસી સમાપ્તી પહેલા કોઇ દુર્ઘટનાના કેસમાં પોલિસીનો લાભ મેળવવાના હકદાર બનવાનો છે. બહ ઓછા ગ્રાહકો છે જે હકીકતમાં પોલિસી ખરીદતા પહેલા તેની સુવિધાઓ, નિયમો ને શરતો ધ્યાનપૂર્વક વાંચે છે. કેટલાંક લોકો તો જૂની પોલિસીના શરતો અને નિયમોના આધારે જ પોલિસી રિન્યૂ કરાવે છે. જો તેમો વાહન વીમાની પોલિસીનો સંપૂર્ણ લાભ મેળવવા માંગો છો તે આ 6 બાબતોનું વિશેષ ધ્યાન રાખો…
એડ-ઓન કવર્સ
જ્યારે પણ તમે પોતાની વાહન વીમા પોલિસી રિન્યુ કરાવો છો તમને સલાહ અપાય છે કે તમે વીમાકંપનીની સાથે એડ ઓન કવર્સની તપાસ કરો જે તમારા માટે લાભકારક રહેશે. ઉદાહરણ તરીકે જો તમે પુર પ્રભાવિત ક્ષેત્રો રહો છો તો હાઇડ્રોસ્ટૈટિક લોકના કારણે થનાર નુકસાનથી બચવા માટે એન્જિનનુ વધારાનું કવર લેવુ તમારી પોલિસી ફિચર્સમાં હોવુ જોઇએ. જીરો ડેપ્રિસિએશન કે ડેપ્રિશિએશન શીલ્ડ એક બીજું એડ-ઓન કવર છે જેને તમે ખરીદવા ઇચ્છશો. આ એડ ઓન હેઠળ વીમા કંપની ક્લેઇમના સમયે ડેપ્રિસિએશન પર વિચાર કર્યા વગર માર્કેટ પ્રાઇસ પર વહાનના ખર્ચનું પેમેન્ટ કરે છે. તમે આ પ્રત્યેક દાવાની માટે ફરજિયાત રિડમ્પશનને બાદ કરતા બમ્પર-ટુ બમ્પર કવર કહેવાય છે.
સ્વૈચ્છિક કપાત
જો તમે તમારી પાછલી મોટર વીમા પોલિસીમાં સ્વૈચ્છિક કપાતનો વિકલ્પ પસંદ કર્યો નથી તો તમે પોલિસી રિન્યુઅલના સમયે આ સુવિધાનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ સુવિધાની સાથે વીમાધારક દાવામાં સુધારાના સમયે એક ચોકકસ રકમની ચૂકવણી પોતે કરી શકે છે જેને પગલે તમારું પ્રીમિયમ ઘટી શકે છે. નિર્ધારિત સીમા કરતા ઉપરના દાવાની ચૂકવણી વીમા કંપની દ્વારા કરાશે.
પોતાનુ એક્સકલુઝનને જાણો
મોટર વીમા પોલિસી, તમારી સુવિધા અને તમારી પોલિસીના એક્સક્લુઝનનું વિસ્તરણ કરશે. આ એક વીમાધારક વ્યક્તિની માટે ઘણી મહત્વપૂર્ણ થઇ જાય છે કે તેને સારી રીતે ખબર છે કે તેમની પોલિસી રિન્યુઅલમા તેને શુ જોઇએ છે અને શું નથી જોઇતુ. પોલિસી રિન્યુઅલના સમયે એક્સક્લુઝનને સારી રીતે સમજી લો જેથી ક્લેઇમ કરતા સમયે કોઇ વિવાદ ન થાય.
ટેકનોલોજીનો ઉપયોગ
વિકસી રહેલી ટેકનોલોજીની સાથે દેશભરમાં વીમાકંપનીઓ હવે સ્માર્ટફોન પર મોટર ક્લેઇમને રજિસ્ટર્ડ કરવા અને તેને મેનેજ કરવા માટે ઘણા એપ લોન્ચ કરી રહી છે. આ એપ્લિકેશન ઘણી સ્માર્ટ અને ફાસ્ટ હોય છે અને ફોટો અને વીડિયોની મદદથી કેશ ક્લેઇમને એક ચોક્કસ રકમ સુધી માત્ર 20 મિનિટમાં સેટલ કરી શકે છે. આથી તપાસ કરો કે શુ તમારી વીમા કંપની આવી સુવિધા આપે છે.
નો ક્લેઇમ બોનસ (NCB)
નો ક્લેઇમ બોનસ વાહન વીમા કંપની દ્વારા વર્ષભર કોઇ ક્લેઇમ ન કરવાના બદલે આપવામાં આવતુ એક ઇનામ છે. આ રકમ, ચૂકવેલ પ્રીમિયમના 20થી 50 ટકા સુધી હોઇ શકે છે. એનબીસીને સુરક્ષિત ડ્રાઇંવિંગ બોનસ રૂપમાં વીમાધારક વ્યક્તિને પ્રોત્સાહન તરીકે અપાય છે.
એક્સપાયરી પહેલા પોલીસી રિન્યુ કરાવો
વીમા પોલિસી સમાપ્ત થાય તેની પહેલા જ રિન્યુ કરાવવી સારી રહેશે ચે. એક વખત પોલિસીને એક્સપાયરી ડેટ 90 દિવસ વટાવી ગયા બાદ તમે પોતાના એનસીબી માટે હકદાર રહેતા નથી. ચાલુ પોલિસી સમાપ્ત થાય તેની પહેલા જ પોતાની વીમા પોલિસીને સારી રીતે રિન્યૂ કરાવી સમજદારી છે.