જયારે કોરોના વાયરસ મહામારીની બીજી લહેરે ફરી ભારત પર હુમલો કરી દીધો છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વાર ફરી સંક્રમણથી બચવાના અલગ અલગ ઉપાય અને નુસ્ખાઓ જણાવવામાં આવી રહ્યા છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર અને પ્રમાણ નથી.એવો જ એક દાવો નાસ લેવાને લઇ કરવામાં આવી રહ્યો છે. કોરોનાથી બચવા માટે જ નહિ પરંતુ કોરોનાના દર્દીઓ માટે પણ સ્ટીમ ફાયદાકારક ગણાવવામાં આવી રહ્યું છે. પરંતુ સ્ટીમ લેતી સમયે આ વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.
ગયા 1 વર્ષથી વધુ સમયથી જયારે કોરોના વાયરસ સામે આવ્યો છે તો ઘણી સ્ટડીઝમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્ટીમ ઇન્હેલેશ એટલે ભાપથી શ્વાસ દ્વારા નાક અને મોઢાથી શરીરની અંદરથી કોવિડ-19નો વરાળ લોડ ઓછો થાય છે. પરંતુ આ પુરી રીતે ખોટું છે કે સ્ટીમ કોરોના વાયરસને મારી શકે છે. આ માત્ર કોરોનાથી લડવામાં તમારી મદદ કરે છે.
તમારા માટે એ જાણવું જરૂરી છે કે વિશ્વ સ્વાસ્થય સંગઠન(WHO) અને અમેરિકાના સેન્ટર ફોર ડીઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન(CDC)માથી કોઈએ પણ કોરોનાના ઈલાજ માટે આની સલાહ આપી નથી. હાલમાં જ CDCના એક પ્રતિનિધિએ એક ન્યુઝ ચેનલને જણાવ્યું કે , સ્ટીમ લેવાની પ્રક્રિયા ખુબ રિસ્કી છે અને એનાથી દાજી જવાનો ખતરો રહે છે. સાથે જ એ વાતનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે આ કોરોના વાયરસથી બચાવી શકે છે.
- તમારે જાતે પણ સ્ટીમ લેતી વખતે અથવા બાળકોને સ્ટીમ આપતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ, નહીં તો ગરમ સ્ટીમથી દાજી જવાનો ખતરો રહે છે.
- ધ્યાન રાખો કે ગરમ પાણી વાસણમાંથી બહાર આવતું નથી અને તમે અને તમારા બાળક બંને આ ગરમ પાણીથી સુરક્ષિત અંતરે હોવું જોઈએ.
- પોતાના નાક અને ચહેરાને સ્ટીમરના નોઝલ અથવા મોની નજીક ન લઇ જાઓ
- સ્કીમ લેતી વખતે તમારી આંખો બંધ કરો
- જો તમે સ્ટીમરની જગ્યાએ ગરમ પાણીના વાસણનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેના વિશે પણ વધારે કાળજી લો.
- દિવસમાં બેથી વધુ વખત સ્ટીમ ન લો કારણ કે સ્ટીમ લેવાથી ચહેરો અને ગળુ ડ્રાય થઇ શકે છે ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ હોઈ શકે છે.
ઘરેલુ નુસ્ખા તરીકે ઉપયોગમાં લઇ શકાય છે
સ્ટીમ લેવાની પ્રક્રિયાનો ઉપયોગ બંધ નાક ખોલવા અને શરદી અથવા સાઇનસ જેવા ચેપથી રાહત મેળવવા માટે ઘરેલું ઉપાય તરીકે થાય છે. પરંતુ તે કોરોના વાયરસને મારવામાં અસરકારક નથી. અમેરિકન લંગ એસોસિએશનના ડોક્ટર એમ પણ કહે છે કે સ્ટીમ શ્વસનના લક્ષણો ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ તે વાયરસની સારવાર કરવામાં મદદ કરી શકે નહીં.