પોરબંદર જિલ્લા રાયફલ શૂટીંગ એસોસિએશનના હેડ કોચ અને જાણીતા દિવ્યરાજસહ રાણાએ હાઇપર્ફોર્મિંગ કોચની ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવતા પોરબંદરનું ગૌરવ વધાર્યું છે. ખેલરત્ન એવોર્ડ વિજેતા દેવેન્દ્ર ઝાંઝરિયાના હસ્તે પોરબંદરના દિવ્યરાજસહને ડિગ્રી એનાયત કરાય.
રાયફલ શૂટીંગ, પિસ્તોલ શૂટીંગની તાલીમ આપતા દિવ્યરાજસહ રાણાએ હાઇપર્ફોર્મિંગ ડિગ્રી હાંસલ કરી પોરબંદરનું ગૌરવ વધાર્યું છે. કોચ દિવ્યરાજસહ રાણા હેઠળ તાલીમ લેતા અનેક વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી છે. ઓલમ્પિક ગોલ્ડ ક્વિસ્ટ ઓ.જી.ક્યુ દ્વારા સમગ્ર ભારતમાંથી બેસ્ટ સાત કોચની પસંદગી કરી તેઓને કોચીસ એક્સિલન્સ પ્રોગ્રામ, જે હાઈ-પ્રોફાઈલ કેટેગરી નેશનલ, ઇન્ટરનેશનલ અને ઓલમ્પિક લેવલે ખેલાડીઓને તૈયાર કરવા માટે અનેક બાબતો ધ્યાનમાં રાખી ટે્રનીંગ પ્લાન બનાવે છે. જેના ખૂબ જ આકરા પેરામીટર્સ અને વર્કશોપને અંતે પિસ્તોલ શૂટિંગની વર્ષ ૨૦૨૩ની બેંચમાં માત્ર ત્રણ કોચ આ ડિગ્રી મેળવી શક્યા હતા જેમાં પોરબંદર જિલ્લા રાયફલ શૂટીંગ એસો.ના હેડ કોચ કે જેઓ સૌરાષ્ટ્રના ખૂબજ અનુભવી અને ખ્યાતનામ કોચ તરીકે ૨૪ વર્ષનો અનુભવ ધરાવતા રાણા દિવ્યરાજસિંહ બહાદુરસિંહ એ આ પ્રેક્ટીકલ વર્કશોપ સર્બિયન કોચ, એન્ડ્રીઝા ઝલાટીક જેઓ ત્રણ વખત પિસ્તોલ શૂટિંગમાં વર્લ્ડ ચેમ્પિયન અને ઓલમ્પિક મેડલ વિજેતા છે તેમની પાસે સફળતાપૂર્વક પ્રાપ્ત કરી અને ભારતના પેરાઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ, પદ્મશ્રી, પદ્મભૂષણ અર્જુન એવોર્ડ અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ વિજેતા દેવેન્દ્ર ઝાંઝરીયાના હસ્તે દિવ્યરાજસિંહ રાણાને હાઇપરફોર્મિંગ કોચની ગ્રેજ્યુએશન ડીગ્રી પૂના ખાતે આપવામાં આવી હતી. આ બેચમાં ડિગ્રી પ્રાપ્ત કરનાર તેઓ એક માત્ર ગુજરાતના કોચ હતા તે ગૌરવની બાબત છે. તેઓની આ સિદ્ધિ બદલ ગુજરાત સ્ટેટ રાયફલ શૂટીંગ એસોસિયેશનના સેક્રેટરી મનીષભાઈ પટેલ, પોરબંદર જિલ્લા રાયફલ શૂટીંગ એસો, પ્રમુખ એમ.જી. શિંગરખીયા, ઉપ પ્રમુખ ભરતભાઈ લાખણી, સેક્રેટરી નિલેશકુમાર જોષી એ અભિનંદન પાઠવ્યા હતા અને જિલ્લા તેમજ રાજ્યના શૂટીંગ સ્પોર્ટસના ખેલાડીઓને કોચ દિવ્યરજસિંહ રાણાના જ્ઞાનનો ખુબ લાભ મળશે જે થકી ખેલાડીઓ રાજ્યનું, દેશનું ગૌરવ વધારશે તેવી આશા વ્યક્ત કરી હતી.
Wednesday, May 1