મુંબઇઃ ભારતીય બજારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી સુધારાની ચાલને મંગળવારે બ્રેક લાગી હતી અને બંને ઇન્ડાઇસિસ ઘટીને બંધ થયા હતા. મંગળવારે બેન્ચમાર્ક સેન્સેક્સ 18.82 પોઇન્ટ કે 0.04 ટકા ઘટીને 52,861.18 પર બંધ થયો. તો નિફ્ટી પર 16.10 પોઇન્ટ ઘટીને 15,818.25ન સ્તરે થયો હતો. કોઇ સકારાત્મક સંકેતના અભાવમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટી અને ઓટો સ્ટોકમાં નફાવસૂલીથી બજારમાં ઘટાડો આવ્યો હતો.
ક્યાં સ્ટોકમાં છે સુધારાની શક્યતા
મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્ઝન્સ કે એમએસીડી (MACD)ની રીતે મોરપેન લેબ્સ, ધનલક્ષ્મી બેન્ક, ટ્રિડેન્ટ, આઇસીઆઇસીઆ બેન્ક, સુમિતોમો કેમિકલ, એચડીએફસી બેન્ક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, એમએન્ડએમ ફાઇનાન્સિયલ સર્વિસિસ, અરવિંદ લિમિટેડ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડિયન હોટેલ્સના શેરમાં તેજી જોવા મળી શકે છે. તેની સાથે જ જેકે લક્ષ્મી સિમેન્ટ, વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ, એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ, એસઆઇએસ, ઇન્ટરગ્લોબ એવિએશન, ઓરિકોન એન્ટરપ્રાઇસ, વિશાખા ઇન્ડસ્ટ્રીઝ, લિવાસ કન્ઝ્યુમર પ્રોડક્ટ, ધાનુકા એગ્રીટેક, એસાર ઇન્ડિયાના શેરમાં સુધારો જોવા મળે તેવી અપેક્ષા છે.