મુંબઇઃ ભારતીય શેરબજારમાં બુધવારે ઘણી વધ-ઘટ જોવા મળી જો કે અંતમાં ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં સફળ રહ્યા હતા. શેરબજારનું સેન્ટિમેન્ટ હાલ મજબૂત છે અને અમેરિકન બજારો તરફથી સપોર્ટ મળી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના કેસો ઘટી રહ્યા છે જો કે ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત કોર્પોરેટ પરિણામની સિઝન શરૂ થઇ ગઇ છે આથી હાલ સ્ટોક પેસિફિક સારી કમાણી થઇ શકે છે.
આ સ્ટોકમાં થશે કમાણી
ગુરુવારે આઇટીસી, ઉત્તમ ગાલ્વા, એનટીપીસી, મધરસન સુમી, મેક્સ ઇન્ડિયા, એલએન્ડટી, યુએફઓ મૂવીઝ. સન ફાર્મા, જાગરણ પ્રકાશન, વોલ્ટાસ અને મિંડા કોર્પોરેશનના શેરમાં આજે રોકાણથી સારી કમાણી થઇ શકે છે. મૂવીંગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્જન્સથી આ સંકેત મળ્યા છે. તે ઉપરાંત કેમ્સ જેએમ ફાઇનાન્સિયલ, હેપિએસ્ટ માઇન્ડ અને એમ્ફાસિસના શેરમાં પણ કમાણીની સારી તક રહેલી છે.
આ સ્ટોકમાં સાવધાની રાખવી
ગુરુવારે તમારે કેટલાંક સ્ટોકમાં સાવધાની રાખવાની જરૂર છે કારણ કે તેમાં ઘટાડો આવી શકે છે. આ સ્ટોકમાં ઇન્ડિયન હોટેલ્સ, લેમન ટ્રી હોટેલ્સ, મેક્સ હેલ્થકેર, ડાબર ઇન્ડિયા, જેકે પેપર, ઓઇલ ઇન્ડિયા, મેક્સમાકો રેલ, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ સામેલ છે. એમએસીડીથી આ સ્ટોકમં ઘટાડાના સંકેત મળ્યા છે.