મુંબઇઃ ભારતીય શેરબજાર ફરી નવી ઊંચાઇ તરફ આગળ વધી રહ્યુ છે. સેન્સેક્સ અને નિફ્ટી નવા ઓલટાઇમ લેવલે બંધ થયા હતા. શું આ રેકોર્ડ તેજી ચાલુ રહેશે, ક્યાં શેર કરાવશે કમાણી ચાલો જાણીયે…
આ સ્ટોકમાં રહેશે બુલરન
મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ કન્વર્ઝન્સ ડાઇવર્જન્સ કે એમએસીડીના મતે ઘણા સ્ટોકમાં મજબૂતી જોવા મળી રહી છે. તેમાં કોલ ઇન્ડિયા, વિપ્રો, એનટીપીસી, દ્વારકેશ સૂગર, વક્રાંગી, ભારતી એરટલે, એનએલસી ઇન્ડિયા, જિયોજિત ફાઇનાન્સિયલ, ફિલિપ્સ કાર્બન, ટોરન્ટ પાવર, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ, વિપ્રો, આદિત્ય બિરલા મની, કે એમ સુગર વગેરે શામેલ છે. તે ઉપરાંત કોલ્ટે પાટીલ ડેવલપર્સ, ગતિ, સીઇએસસી, કેપીસી સુગર, ગ્રેન્યુઅલ ઇન્ડિયા, કોચીન શિપયાર્ડ, અવધ સુગર, સ્ટાર સિમેન્ટ, શિલ્પા મેડિકેર, ડીસીએમ શ્રીરામ, એમસીએક્સ, ઓમેક્સ ઓટો જેવા ડઝન સ્ટોકમાં તેજી જોવા મળી શકે છે.
આ સ્ટોકમાં ટ્રેડિંગ કરતા સાચવવુ…
જે કંપનીઓના શેરમાં ઘટાડાની આસંકા છે તેમાં સિપ્લા, એશિયન ગ્રેનિટો, જમના ઓટો, આઇઆઇએફએલ સિક્યોરિટીઝ, એશિયન પેઇન્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી, એસબીઆઇ કાર્ડ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, બજાજ ફિનસર્વ, નાટકો ફાર્મા, આરપીપી ઇન્ફ્રા,ઝેનસાર ટેકનોલોજી, કેસી ઇન્ટરનેશનલ, રિલેક્સો ફુટવેર્સ, શિવમ ઓટોટેક, બ્લૂ ડાર્ટ એક્સપ્રેસ, વિંધ્ય ટેલિલિંક્સ વગેરે શામેલ છે.