મુંબઇઃ ભારતીય શેરબજાર ગુરુવારે પણ ઘટીને બંધ થયા હતા. ગુરુવારે સેન્સેક્સ 164 પોઇન્ટ તૂટીને 52,318.60ના સ્તર પર બંધ રહ્યો. તો તો બેન્ચમાર્ક નિફ્ટી 15700ના ક્રુશિયલ લેવલની નીચે બંધ થયો. જે ડેલી ચાર્ટ પર મંદીના સંકેત આપે છે. આમ હાલના સમયમાં રોકાણકારોએ શેરબજારમાં સાવચેતી રાખવાની જરૂર છે. જાણો શુક્રવારે ક્યા કંપનીના શેરમાં દેખાશે તેજી…
ક્યાં કંપનીના શેર વધશે…
મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્ઝન્સ એટલે કે MACDની રીતે જે શુક્રવારે જૈન ઇરિગેશન, જિંદાલ શો, સુઝલોન એનર્જી, ડાબર ઇન્ડિયા, એચબીએલ પાવર સિસ્ટમસ, મન્નાપુરમ ફાઇનાન્સ, વેલસ્પન ઇન્ડિયા, ઓરોબિંદો ફાર્મા, સાકાર હેલ્થ, એરિસ લાઇફ સાયન્સિસ, હેરિટેજ ફૂડસ, મેમેન બેરિંગ્સ, સ્ટાર સિમેન્ટ, ડિવિસ લેબ, જીએસએસ ઇન્ફોટેક, ડો. લાલ પાથ લેબ, શાંતિ ગિયર્સ, યુનિકેમ લેબ, એસકેએફ ઇન્ડિયા, આઇઆઇએફએલ વેલ્થ મેનેજમેન્ટ અને યુનાઇટેડ નીલગીરી જેવા શેરમાં સુધારા તરફથી ટ્રેન્ડ રહેવાની શક્યતા છે.
ક્યા સ્ટોકમાં ઘટાડાની શક્યતા?
MACDના મતે શુક્રવારે સ્પાઇસ જેટ, એચડીએફસી બેન્ક, શ્રેય ઇન્ફ્રા. આઇઆરબી ઇન્ફ્રા., બંધન બેંક, ગ્રીવ્સ કોટન, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટસ, કોટક મહિન્દ્રા, ઇન્ડિયન હોટેલ, પટેલ એન્જિનિયરિંગ, કેઆરબીએલ, પિરામલ એન્ટરપ્રાઇસ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, ધનલક્ષ્મી બેન્ક અને થાયરોકેરના શેરમાં નબળાઇ જોવા મળી શકે છે.