નવી દિલ્હીઃ શુક્રવારે ભારતીય શેરબજાર તેજીની સાથે બંધ થયા. સ્ટોક માર્કેટની તેજીમાં બેન્ક અને મેટર સ્ટોકની ભાગીદારી વધારે હતી. એનાલિસ્ટોનું કહેવુ છે કે જો નિફ્ટી 15900નું લેવલ તોડી દે તો સ્ટોક માર્કેટમાં વધુ તેજી જોવા મળી શકે છે. નિફ્ટી ઇન્ડેક્સ એ એક અચોક્કસ કેન્ડલ બનાવ્યુ છે જેને હૈંગિગ મેન પેટર્ન કહેવાય છે.
આજે ક્યાં સ્ટોક કરાવશે કમાણી
મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ કન્વર્જન્સ ડાયવર્જન્સ કે એમએસીડીની રીતે વોડાફોન- આઇડિયા, ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક, ઉષા માર્ટિન, ટેક મહિન્દ્રા, શોપર્સ સ્ટોપ, મેક્સ ફાઇનાન્સિયલ સર્વિસિસ, બીપીએલ, ગુજરાત અપોલો ઇન્ડસ્ટ્રીઝના સ્ટોકમાં તેજી જોવા મળી શકે છે. તેની સથે જ એમએમટીસી, એસબીઆઇ લાઇફ, શ્રીરામ ઇપીસી, એચએસઆઇએલ, જીકેવાય ટેકનોલોજી ધાણી સર્વિસિસ, નાગાર્જૂન ફર્ટિલાઇઝર, પ્રકાશ પાઇપ, બજાજ ઇલેક્ટ્રિકલ્સ, જેકે સિમેન્ટ, મગધ શુગર એનર્જી, બાફના ફાર્મા અને ટેસ્ટી બાઇટ્સના શેરમાં સુધારો જોવા મળી શકે છે.
ક્યાં સ્ટોકમાં સાવધાની રાખવી
MACDની રીતે આલોક ઇન્ડસ્ટ્રીઝ, વિકાસ પ્રોપન્ટ, બોમ્બે ડાઇંગ, સેન્ટ્રમ કેપિટલ, એડલવીસ ફાઇનાન્સિયલ સર્વિસિસ, ફ્યૂચર એન્ટરપ્રાઇસ, નેટવર્ક 18 મીડિયા, પીટીસી, યુનાઇટેડ સ્પિરિટ્સ, ટાયટન, ડાબર ઇન્ડિયા, મારિકો, જીઇ પાવર, ઇન્ડિયા, ટાટા કોમ્યુનિકેશન, અલંકિત, જંપ નેટવર્ક, સસ્તાસુંદર વેન્ચર્સ, જુઆરી એગ્રો કેમિકલ્સ જેવા શેરમાં ઘટાડો જોવા મળી શકે છે.