મુંબઇઃ ભારતીય શેરબજારમાં પાછલા સપ્તાહે મોટી-ઘટ જોવા મળી હતી. સપ્તાહના પહેલા જ દિવસે શેરબજારમાં ઉંચા સ્તરેથી કરેક્શન આવ્યુ હતુ અને ત્યારબાદ સાધારણ રિકવરી જોવા મળી હતી. શેરબજારના એનાલિસ્ટ મનીષ શાહનું કહેવુ છે કે જો નિફ્ટી 15880ના લેવલની ઉપર બંધ થાય તો તે 15840 થી 15880ના ગેપ એયામાં બંધ કરવાનો પહેલો સંકેત છે. ત્યારબાદ શેરબજારમાં તેજી જોવા મળી શકે છે.
સોમવારે આ સ્ટોકમાં દેખાઇ શકે છે તેજી
મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેઝ કન્વર્ઝન્સ ડાયવર્જન્સ કે MACDની દ્રષ્ટિએ સોમવારે આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા કોફી, હિન્દુસ્તાન કોપર, સન ફાર્મા, ભારત પેટ્રોલિયમ. ડીએસએફસી, તમિલનાડુ પેટ્રોપ્રોડક્ટ્સ, સીસીએલ પ્રોડક્ટ ઇન્ડિયા, એચએસઆઇએલ, જોશીલ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, અપોલો પાઇપ વગેરે શેરમાં વૃદ્ધિ જોવા મળી શકે છે.
કયાં સ્ટોકમાં સાવધાની રાખવી
MACDની રીતે સોમવારે નેશનલ એલ્યુમિનિયમ, એયુ સ્મોલ ફાઇનાન્સ બેનક, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ, રાલિસ ઇન્ડિયા, આઇટીડી સિમેન્ટશન, બ્રિગેડ એન્ટરપ્રાઇસ, શાલીમાર પેઇન્ટ્સ, વીએલએસ ફાઇનાન્સ, રામકો સિમેન્ટ, ઓમ ઇન્ફ્રા, ત્રિવેણી ટર્બાઇન, સીએસસી, ભારત રોડ નેટવર્ક, એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ વગેરે સ્ટોકમાં નબળાઇ જોવા મળી શકે છે.