નવી દિલ્હીઃ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો શુક્રવારે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. અમેરિકન શેરબજારમાં આવેલી તેજીની અસરે સ્થાનિક શેરબજાર પણ વધ્યા હતા. હવે ચાલુ સપ્તાહથી કોર્પોરેટ કંપનીઓના એપ્રિલથી જૂનના ત્રિમાસિક પરિણામોની સિઝન શરૂ થઇ રહી છે.આથી વિવિધ કંપનીઓના શેરમાં સ્ટોક સ્પેસિફિક અસર જોવા મળશે.
કઇ કંપનીના શેરથી થઇ શકે છે કમાણી
સોમવારે તમને જૈન ઇરિગેશન, એનસીસી, ટાટા કમેકિલ્સ, ગ્રીવ્સ કોટન, એનઆઇઆઇટી, જ્યોતિ લેબ્સ, વેદાંતા, મેક્સ હેલ્થકેર, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ અને સીસીએલના શેરમાં તેજી જોવા મળી શકે છે. તે ઉપરાંત રૂટ મોબાઇલ, જેબી કેમિકલ અને એચએફસીએલના શેરમાં વૃદ્ધિની સંભાવના છે.
ક્યાં સ્ટોકમાં સાવધાની રાખવી
સપ્તાહના પહેલા દિવસે ટાટા સ્ટીલ, રેલ વિકાસ નિગમ, મેરિકો, ટીસીએસ, ઇપીએલ, અલંકિત, મેક્સ ફાઇનાન્સિયલ, માઇન્ડ ટ્રી, ગ્રેવિટા ઇન્ડિયા અને યુનાઇટેડ બ્રુઅરીઝના શેરથી દૂર રહેવુ જોઇએ છે. મૂવિંગ એવરેઝ કન્વર્ઝન્સ ડાયવર્ઝન્સથી આ સંકેત મળે છે. તે ઉપરાંત ઉત્તમ ગાલ્વા કંપનીના શેરથી પણ દૂર રહેવુ જોઇએ.