ચીની હેકરોએ ફેસ્ટિવલ સીઝન દરમિયાન લાખો ભારતીયોને નિશાન બનાવ્યા હોવાનો એક અહેવાલ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન ચીની હેકરોએ શોપિંગ કૌભાંડ (શોપિંગ સ્કેમ) મારફતે ભારતીયોના લાખો રૂપિયા ચૂપચામ ઉપાડી લીધા છે. હેકરો એક બોગસ લિંક બનાવીને ભારતીય યુઝરોને મોકલતા હતા અને ઓનલાઇન કોમ્પિટિશનમાં ભાગ લેવા અને ઇનામ જીવતા માટે તે લિંક પર ક્લિક કરવાનું જણાવતા હતા. તે લિંક વ્હોટ્સઅપ મેસેજ મારફતે વાયરસ કરવામાં આવતી હતી અને એવુ મનાય છે કે લાખો ભારતીયોને આવા મેસેજ મોકલવામાં આવ્યા હતા.
હેકરોએ એમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ દ્વારા ફેસ્ટિવલ સિઝનમાં લોન્ચ કરાયેલી ઓફર જેવી ઘણી બોગસ લિંક મોકલીને ભારતીયો સાથે છેતરપીંડિ કરી છે. સાયરબ સ્પેસ ફાઉન્ડેશને પોતાની તપાસમાં નોંધ્યુ કે, શોપિંગ સ્કેમની માટે બનાવવામાં આવેલ ડોમેન લિંક ચીનમાં ખાસ કરીને ગ્વાંગડોગ અને હેનાન પ્રાંતના ફાંગ જિઓ કિંગ નામના એક સંગઠનમાં રજિસ્ટર્ડ છે. આ ડોમેન અલીબાબાના ક્લાઉટ કોમ્યુટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કરાવાયુ હતુ. કૌભાંડની માટે ઉપયોગ કરાયેલી લિંક હજી પણ એક્ટિવ છે.
નોંધનિય છે કે, તાજેતરમા જ ધી ઓસ્ટ્રેલિયન અખબાર દ્વારા પ્રકાશિત કરાયેલા ડેટા લીકના અહેવાલમાં ખુલાસો કરાયો છે કે કથિત ચીની કોમ્યુનિસ્ટ પાર્ટના સભ્યો ડિફેન્સ અને બેન્કિંગ સેક્ટરની દુનિયાની કેટલાંક મોટી કંપનીઓ તેમજ કોરોના વાયરસનું વેક્સીન બનાવતી ફાર્મા કંપનીઓમાં નિમણુંક કરવામાં આવ્યા છે. આ અહેવાલમાં આરોપ મૂકાયો છે કે સત્તાધીશ સીપીસી શાંધાઇમાં ઓસ્ટ્રેલિયન, બ્રિટિશ અને અમેરિકન વાણિજ્ય દૂતાવાસોમાં પણ ઘુષણખોરી કરી ચૂક્યુ છે. વિદેશા બાબતો અને વેપાર વિભાગ સ્થાનિક કર્ચમારીઓની ભરતી માટે ચીની સરકારી એજન્સીઓની મદદ લે છે.