નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં ગુરુવારે સારી તેજી જોવા મળી. શેરબજારના ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. જેમાં નિફ્ટી 16000ની નજીક પહોંચી ગયો અને બીએસઇ 53000નું લેવલ ક્રોસ કરી ગયો. દેશમાં કોરોના વાયરસના કેસો ઘટવાથી માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યુ છે. અલબત્ત કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવતા ડરનો માહોલ યથવત છે. સપ્તાહના છેલ્લા દિવસે ક્યાં સ્ટોકમાં છે કમાણીની તક જાણો…
આ સ્ટોકમાં છે કમાણીની તક
શુક્રવારે વિપ્રો, એચસીએલ ટેકનોલોજી, પીટીસી ઇન્ડિયા ફાઇનાન્સિયલ, જેએસડબ્લ્યુ એનર્જી, એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ, ડીસીબી બેન્ક, એલએન્ડટી ટેકનોલોજી, પીસી જ્વેલર, યુપીએલ અને હિન્દુસ્તાન ઝિંકના શેરમાં તેજીની અપેક્ષા છે. મૂવિંગ એવરેજ કન્વઝર્ન્સ ડાયવર્ઝન્સથી તેના સંકેત મળ્યા છે. તે ઉપરાંત શોભા હેપિએસ્ટ માઇન્ડસ અને માસ્ટેકના શેરમાં પણ તેજી જોવા મળી શકે છે.
આ શેરમાં સાવધાની રાખવી…
શુક્રવારે એચએફસીએલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, મોરપેન લેબ્સ, ડીસીડબ્લ્યુ, ઝી મીડિયા કોર્પ, ઇન્દ્રપ્રસ્થ ગેસ, કોફી ડે એન્ટરપ્રાઇસ, દિલીપ બિલ્ડકોન, કેસીપી શુગર, ટુરિઝમ ફાઇનાન્સ, નવ ભારત વેન્ચર્સ અને બજાજ કન્ઝ્યુમરના શેરથી દૂર રહેવુ જોઇએ. ઉપરોક્ત સ્ટોકમાં ઘટાડાની આશંકા છે.