શેરબજારમાં ગુરુવારે સારી એવી તેજી જોવા મળી હતી. બંને મુખ્ય ઇન્ડાઇસિસ વધીને બંધ થયા હતા. જેમાં સેન્સેક્સ 639 પોઇન્ટ ઉછળ્યો હતો. આઇટી, સિમેન્ટ અને મેટલ કંપનીઓના શેરમાં ખરીદીથી માર્કેટને સપોર્ટ મળશે. સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે પસંદગીના શેરમાં સારી કમાણીની તક મળશે. કોર્પોરેટ કંપનીઓના જૂન ક્વાર્ટરના સારા પરિણામોથી માર્કેટનું સેન્ટિમેન્ટ મજબૂત છે.
ઉલ્લેખનિય છે કે, આજે ફૂડ ડિલિવરી સ્ટાર્ઠઅપ્સ ઝોમેટોનું લિસ્ટિંગ થશે.
આ સ્ટોકમાં છે કમાણીની તક
આજે સનફ્લેગ આયર્ન, ઇન્ડિયા સિમેન્ટ, બુલિલેન્ટ ફૂડવર્ક્સ, ઓલકાર્ગો લોજિસ્ટિક્સ, ગુજરાત ગેસ, આરતી ઇન્ડસ્ટ્રીઝ, રેડિકો ખેતાન, મૂથુટ કેપિટલના સ્ટોકમાં તેજી રહેવાની ધારણા છે. મૂંવિગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્જન્સથી તેના સંકેત મળે છે. આ શેરમા રોકાણથી સારી કમાણી થઇ શકે છે. તે ઉપરાંત અરવિંદ ફેશન, બર્જર પેઇન્ટ્સ, કોફોર્જ, ડિવિસ લેબ્સ અને જિંદાલ સ્ટેનલેસના શેરમાં પણ પોઝિટિવ ટ્રેડ રહી શકે છે.
આ શેરથી દૂર રહેવુ
શુક્રવારે અશોક લેલેન્ડ, એચસીએલ ટેકનોલોજીસ, મધરસન સુમી સિસ્ટમ્સ, ગ્લેનમાર્ક ફાર્મા, ફિલાટેક્સ ઇન્ડિયા, જૈન ઇરિગેશન, નોસિલ ટાટા કેમિક્લ્સ, ડી-લિંક અને ટોરેન્ટ પાવરના શેરમાં ઘટાડ જોવા મળી શકે છે આથી રોકાણકારોએ આ સ્ટોકમાં ટ્રેડિંગ કરતી વખતે સાવધાની રાખવી. તે ઉપરાંત માધવ કોપર અને મેગાસોફ્ટના શેરમાં પણ નબળાઇ જોવા મળી શકે છે.