નવી દિલ્હીઃ સોના-ચાંદીમાં નવા સપ્તાહની શરૂઆત જ ઘટાડા સાથે થઇ છે. સોમવારે વૈશ્વિક અને સ્થાનિક બંને બજારોમા સોના – ચાંદીના ભાવ ઘટ્યા છે. આજે સોમવારે આજે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાની કિંમત માત્ર 15 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામ દીઠ 44949 રૂપિયા થઇ હતી. તો ચાંદીની કિંમતમાં 216 રૂપિયાનો ઘટાડો આવ્યો અને પ્રતિ 10 ગ્રામની કિંમત 64222 રૂપિયા થઇ હતી. ગત સપ્તાહે શનિવારે સ્થાનિક બજારમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 44,964 રૂપિયા અને ચાંદીની કિંમત પ્રતિ એક કિગ્રા દીઠ 64,438 રૂપિયા હતી.
તો અમદાવાદના ઝવેરી બજારમાં સોનું માત્ર 100 રૂપિયા નરમ પડ્યુ અને પ્રતિ 10 ગ્રામની કિંમત 46,900 રૂપિયા થઇ હતી. તો ચાંદીમાં આજે 1100 રૂપિયાનો કડાકો બોલાતા પ્રતિ એક કિગ્રાની કિંમત 65,700 રૂપિયા થઇ હતી.
ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી, વૈશ્વિક બુલિયન બજારની નરમાઇ તેમજ સ્થાનિક સ્તરે માંગ સુસ્ત રહેતા ભારતીય બજારોમાં ફરી સોના-ચાંદીના ભાવ ઘટ્યા હતા સપ્તાહના પહેલા દિવસ સોમવારે
આજે વૈશ્વિક બજારમાં સોનું અડધા ટકા જેટલુ ઘટીને 1725 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. તો ચાંદીની કિંમત પણ 0.76 ટકાની નરમાઇમાં 25 ડોલરની નીચે પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.