પશ્ચિમ બંગાળના રાણાઘાટ સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ગાઈને રાનૂ મંડલ રાતોરાત સ્ટાર બની ગયા બાદ તેઓ ને જોઈને ખુશ થઈ ગયેલી એક મહિલા જ્યારે રાનું મંડલ પાસે જાય છે ત્યારે તેની સાથે બેહૂદુ વર્તન કરી મહિલા ને ઉતારી પાડ્યા નો વિડીયો વાયરલ થયા બાદ લોકો રાનું મંડલ માં આવી ગયેલા અભિમાન ને જોઈ નારાજ થયા હતા અને રાનું મન્ડલ આ ઘટના થી સોસિયલ મીડિયા માં ટ્રોલ થયા હતા અને ત્યાર થીજ તેઓની ફરી એકવાર પડતી શરૂ થઈ ગઈ છે. ફેમસ થયા બાદ રાનૂને માટે જીવન બદલાઈ ગયું હતું પણ તેઓએ જે પણ કર્યું, જે પણ પહેર્યું તેના કારણે તે ચર્ચામાં રહેવા લાગ્યા અને ગયા વર્ષે નવરાત્રિમાં કોલકત્તામાં ભાગ્ય જે કોઈ પૂજા પંડાલ બચ્યો હશે જ્યાં તેઓનું તેરી મેરી કહાની સોન્ગ પ્લે નહીં થયું હોય પણ હવે લોકો ભૂલવા માંડ્યા છે અને એમાંય કોરોના આવતા ફરી એકવાર તેમનું ભવિષ્ય જોખમાયું છે. આજકાલ કામ ન મળવાથી તે ખૂબ પરેશાન છે.નવેમ્બર 2019માં રાનૂ મંડલે હિમેશ રેશમિયાની સાથે 3 ગીત રેકોર્ડ કર્યા, પરંતુ હાલમાં કોઈ તેમના વિશે કંઈ સાંભળી રહ્યું નથી. મળતી માહિતી અનુસાર તેમના જીવનમાં ફરી એકવાર અંધકાર છવાયો છે. કોરોનાના કારણે તેમની સ્થિતિ ખરાબ થઈ છે. માહિતી મળી રહી છે કે મુંબઈમાં અત્યારે રાનૂ મંડલ પાસે કોઈ કામ નથી. જેના કારણે તે ખૂબ જ પરેશાન રહે છે. એક વિવાદોમાં ફસાયેલા રાણાઘાટની લતા હવે નવા અવસરની શોધમાં છે. લોકપ્રિય થયા બાદ રાનૂએ પોતાનું જૂનું ઘર છોડી દીધું હતું અને એક નવા ઘરમાં શિફ્ટ થઈ હતી. હવે કહેવાઈ રહ્યું છે કે રાનૂ આ નવું ઘર છોડીને જૂના ઘરમાં પરત ફરી છે. મળતી માહિતી અનુસાર રાનૂ પાસે બોલિવૂડમાં ખાસ કામ રહ્યું નથી અને આર્થિક રીતે તેમની સ્થિતિ ખરાબ થઇ ચૂકી છે. તેના કારણે તે પોતાના જૂના ઘરમાં પરત આવી ગયા છે અને પહેલા જેવું જીવન શરૂ થયું છે.
