મુંબઇઃ સરકારી માલિકીની કેનેરા બેન્કે થાપણ પરના વ્યાજદર વધારવાની જાહેરાત કરી છે. કેનેરા બેન્કે રિટેલ ટર્મ ડિપોઝિટ પરના વ્યાજદર વધારવાની ઘોષણા કરી છે. આ વૃદ્ધિ ટૂંકા ગાળાની અને લાંબાગાળાની મેચ્યોરિટીવાળી 2થી 10 વર્ષની મુદ્દતી થાપણોની માટે 27 નવેમ્બર 2020થી લાગુ થશે. હવે તમામ સરકારી બેન્કોમાં કેનેરા બેન્ક થાપણો પર સૌથી વધુ વ્યાજ આપતી બેન્ક બની ગઇ છે.
કેનેરા બેન્કે આજે એક નિવેદનમાં જણાવ્યુ કે, બે વર્ષથી ત્રણ વર્ષ સુધીની 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની મુદ્દતી થાપણો પર હવે ખાતાધારકોની માટે વ્યાજદર 5.40 ટકા નક્કી કરવામાં આવ્યો છે. સિનિયર સિટિઝનની માટે આ વ્યાજદર 5.90 ટકા રહેશે. આવી જરીતે ત્રણ વર્ષથી 10 વર્ષની મુદ્દતી થાપણો માટેનો વ્યાજદર 5.50 ટકા કરવામાં કરવામાં આવ્યો છે, જેમાં સિનિયર સિટીઝનને 6.0 ટકા વ્યાજ મળશે.