મુંબઇઃ કોરોના સંકટકાળમાં મોટા કરદાતાઓ, વેપારીઓ અને ઉદ્યોગોને નાણાંકીય રીતે મદદ કરવા માટે ગત વર્ષે કેન્દ્ર સરકારે પેન્ડિંગ ટેક્સ રિફંડ જલ્દીથી કરવાની કવાયત હાથ ધરી હતી જે ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 દરમિયાન પણ ચાલી રહી છે.
સરકારી વિભાગ દ્વારા જારી માહિતી મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ ગત 1 એપ્રિલ, 2021 થી 5 જુલાઈ, 2021 દરમિયાન 17.92 લાખ કરદાતાઓને 37,050 કરોડ રૂપિયાથી વધુનું આઇટી રિફંડ જારી કર્યું હતું. બોર્ડે માહિતી આપી છે કે 16,89,063 કરદાતાઓને 10,408 કરોડ રૂપિયાનું આવકવેરા રીફંડ આપવામાં આવ્યું છે. તે જ સમયે, 1,03,088 કોર્પોરેટ કરદાતાઓને 26,642 કરોડ રૂપિયાનું રિફંડ જારી કરાયું હતું.
જો આઇટી રિફંડ નથી મળ્યુ તો આ 4 બાબતો તપાસો
ઇન્કમ ટેક્સ રિટર્ન સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ સેન્ટરમાં 20થી 45 દિવસની અંદર ટેક્સ રિફંડ થઇ જાય છે. જો તમારું રિફંડ હજી સુધી નથી આવ્યુ તો આ ચાર બાબતો ચકાસવી જોઇએ.
- આઇટી રિટર્નમાં ભૂલ- જો તમે ખોટુ ફોર્મ ભર્યુ હશે તો પણ રિફંડ આવતુ નથી. નવા નિયમ મુજબ જો તમે બેન્ક એકાઉન્ટની ખોટી માહિતી આપશો તો રિફંડ આવશે નહીં.
- આઇટી રિટર્નને ફરે ચેક કરોઃ જો તમારું રિફંડ બે મહિનાની અંદર ન આવે તો કે કોઇ માહિતી ન આવે તો સૌથી પહેલા તમારા આઇટી રિટર્નની માહિતી ચેક કરો કે કોઇ ખોટી માહિતી તો અપલોડ નથી થઇ ગઇ ને.
- વધારાની માહિતીઓઃ ઘણી આપણે કેટલીંક વધારાની માહિતીઓ આપવાની હોય છે અથવા ઇન્કમ ટે્ક્સ વિભાગ કેટલીક માહિતીઓ માગે છે રિટર્ન રિફંડ માટે.
- રિ-એસેસમેન્ટ કરોઃ ઘણી વખત વધારે રકમનું રિટર્ન ક્લેઇમ કરવાથી ફણ તમારુ રિફંડ આવતુ નથી.