નવી દિલ્હીઃ તમારી માટે 15 લાખ રૂપિયા જીતવાની એક ઉત્તમ તક આવી છે. નાણાં મંત્રાલયે નવા ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂ (ડીએફઆઇ)ની માટે નામ, ટેગલાઇન અને લોકો માટે જાહેર જનતા પાસેથી એન્ટ્રીઓ મંગાવી છે. આ સંસ્થાને દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાણાંકીય સહાય માટે પરિવર્તન લાવનાર માનવામાં આવી રહી છે.
તેની માટે પ્રત્યેક કેટેગીરમાં પસંદ કરાયેલી એન્ટ્રીને 5-5 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. આ અંગે નાણાં મંત્રાલયે ટ્વિટ કર્યુ છે. તેમણે લખ્યુ કે, નાણાં મંત્રાલય માય ગાંવ, માય ઇન્ડિયાના સહયોગથી નવી વિકાસ નાણાં સંસ્થાના નામ, ટેગલાઇન અને લોકો માટે એક સ્પર્ધાની ઘોષણા કરી રહ્યુ છે. પ્રત્યેક શ્રૈણીમાં 5-5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. એન્ટ્રીઓ મોકલવાની છેલ્લી તારાખી 15 ઓગસ્ટ, 2021 છે.
નામ, ટેગલાઇન અને લોગો આ વિકાસ નાણાં સંસ્થા સ્થાપવા પાછળના ઉદ્દેશ્યનું પ્રતિનિધિત્વ કરતા હોવો જોઇએ અને તે સ્પષ્ટ દર્શાવતુ હોવો જોઇએ કે ડીએફઆઇ શું કરશે અને શુ કરી શકે છે. તેની અસર એક વિઝ્યુલ સિગ્નેચરની જેવી હોવી જોઇએ, જે યાદ રાખવા અને બોલવામાં સરળ હોય. સ્પર્ધા માટે મોકલેલ એન્ટ્રીઓનું મૂલ્યાંકન રચનાત્મકતા, જીવંતતા અને વિષય સાથે જોડવાની ક્ષમતાના આધારે કરવામાં આવશે.
કેવી રીતે ભાગ લેશો?
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution/ ની મુલાકાત લેવી. જો પહેલાથી રજિસ્ટર્ડ છો તો ‘લોગ ઇન ટુ પાર્ટિસિપેટ’ પર ક્લિક કરી લોગ ઇન કરીને ભાગ લઇ શકો છો. જો રજિસ્ટ્રેશન કરાવ્યુ નથી તો પહેલા ‘લોગ ઇન ટુ પાર્ટિસિપેટ’ પર ક્લિક કરીને સૌથી છેલ્લે રજિસ્ટર નાઉ પર જઇને રજિસ્ટ્રેશન કરવુ પડશે. રજિસ્ટ્રેશન સોશિયલ મીડિયા એકાઉન્ટ કે ઇ-મેલ આઇટી અથવા મોબાઇલ નંબરથી કરી શકાય છે. એસએમએસથી પણ રજિસ્ટ્રેશન કરવાની સુવિધા છે. તેની માટે મેસેજમાં MYGOV <સ્પેસ> અંગ્રેજીમાં પોતાનું નામ લખીને 7738299899 પર મોકલવુ પડશે.
માય ગાવ પર રહેલી માહિતી મુજબ પ્રત્યેક કેટેગરી (નામ, ટેગલાઇન અને લોગો) માટે પ્રથમ, દ્રિતિય અને તૃત્યી પુરસ્કાર માટે એન્ટ્રીઓની પસંદગી કરાશે. તેને રોકડ ઇનામથી સમ્માનિત કરવામાં આવશે. ત્રણેય કેટેગરીમાં પ્રથમ વિજેતાને 5 લાખનું ઇનામ મળશે. તો બીજા ક્રમના વિજેતના 3 લાખ રૂપિયા અને ત્રીજા ક્રમના વિજેતના 2 લાખ રૂપિયાનું ઇનામ મળશે.