મુંબઇઃ ભારતીય શેરબજાર બુધવારે ઘટીને બંધ રહેતા સેન્સેક્સ – નિફ્ટીમાં મંદીની હેટ્રિક જોવા મળી છે.બેન્ક, પાવર અને ઓટો કંપનીઓના શેરમાં વેચવાલીથી માર્કેટ પર દબણ વધી રહ્યુ છે. ટ્રેડરો છેલ્લા કલાકમાં માર્કેટને ઘણા અંશે સંભાળવામાં સફળ રહ્યા. અલબત્ત બજારનું સેન્ટિમેન્ટ નબળુ છે. જો કે ગુરુવારે કેટલાક પસંદગીના સ્ટોકમાં કમાણીની તક મળી શકે છે.
આ સ્ટોકમાં રોકાણ કરાવશે નફો
ગુરુવારે ટ્રાઇડેન્ટ , સેન્ચ્યુરી ટેક્સટાઇલ, વેદાંતા, કેસોરામ ઇન્ડસ્ટ્રીઝ, ડોલર ઇન્ડસ્ઠ્રીઝ, રેમન્ડ, બજાજ ફાઇનાન્સ, ટોરેન્ટ ફાર્મા, અલાયડ ડિજિટલ સર્વિસિસ, ટ્યૂબ ઇન્વેસ્ટમેન્ટ અને ડો લાલ પેથલેબના સેરમાં તેજીની ધારણા છે. મૂવીગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્ઝન્સથી આ સંકેત મળ્યા છે.તે ઉપરાંત એસીસી, અજંતા ફાર્મા, ફોર્ટિસ હેલ્થકેરના શેરમાં પણ ઉછાળો જોવા મળી શકે છે. આ શેરમાં સારી કમાણીની તક છે.
ક્યાં સ્ટોકમાં દૂરથી દૂર રહેવુ
આજે ગુરુવારે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા, આરઇસી, પાવર ફાઇનાન્સ, જૈન ઇરિગેશન, નિપ્પોન લાઇફ એએમસી, નવકાર કોર્પોરેશન, યુએફઓ મૂવીઝ ઇન્ડિયા, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સ અને સ્ટરલાઇટ ટેકનોલોજીના શેરમાં ઘટાડો જોવા મળી શકે છે. મૂવિંગ એવરેજ કનવર્ઝન્સ ડાયવર્ઝન્સથી તેના સંકેત મળી શકે છે. તે ઉપરાંત એલેમ્બિક ફાર્મા અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં પણ નબળાઇ જોવા મળી શકે છે આથી આ સ્ટોકમાં સાવધાની રાખવી.