નવી દિલ્હીઋ સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમ પર હાલના સમયે 7.4 ટકા વ્યાજ મળે છે. એવામાં રોકાણાના મનમાં પ્રશ્ન ઉદભવે છે કે શું 60 વર્ષથી ઓછી વયની વ્યક્તિના નામે સેવિંગ સ્કીમ ખોલાવી શકાય છે. તેનો જવાબ છે હા, પરંતુ કેટલીક શરતોનું પાલન કરવાનું હોય છે.
શરતો લાગુ…
પ્રાથમિક અંદાજ મુજબ 60 વર્ષની વય બાદ વૃદ્ધિ સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એકાઉન્ટ ખોલાવી શકે છે. આમ તો નિવૃત્તિ ડિફેન્સ પર્સનલ જેમની વય 50થી વધારે અને 60 વર્ષથી ઓછી છે તેઓ પણ તેની માટે અરજી કરી શકે છે. તેની માટે શરત એ છે કે નિવૃત્તિનો લાભ મળ્યાના એક મહિનાની અંદર આ એકાઉન્ટ ખોલાવવું પડશે. જો કોઇ સરકારન કર્મચારીની ઉંમર 55 વર્ષથી વધારે અને 60 વર્ષથી ઓછી છે અને તે વીઆરએસનો લાભ લે છે તો તેણે એક મહિનાની અંદર સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરવુ પડશે.
15 લાખ રૂપિયા સુધીનું રોકાણ
60 વર્ષની ઉંમરે નિવૃત્તિ થનાર કોઇ પણ વ્યક્તિ આ સ્કીમમાં મૂડીરોકાણ કરી શકે છે. જે હેઠળ સિંગલ કે જોઇન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે. પોસ્ટ ઓફિસ કે પછી કોઇ પણ બેન્કમાં આ સ્કીમનો લાભ મેળવી શકાય છે. આ યોજના મુજબ જોઇન્ટ કે પછી સિંગલ એકાઉન્ટ ખોલાવીને તેમાં 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.
અલબત્ત આ રોકાણ કરાયેલી રકમ નિવૃત્તિ પર મળનાર રકમથી વધારે હોવા જોઇએ નહીં. આ સ્કીમમાં એકાઉન્ટ ખોલાવવામ ટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરી રહ્યા છો તો તમે રોકડ જમા કરાવી શકો છે. તો આ રકમ 1 લાખ રૂપિયાથી વધારાની છે તો તમારે ચેકથી રકમ જમા કરાવવી પડશે.