સુરતના શેલ્ટર હોમમાં રહેતી એક યુવતીએ હાઇકોર્ટમાં પોતાને માટે કોઇ ધર્મ કે જ્ઞાતિનો ઉલ્લેખ ન ધરાવતું ખાસ સર્ટિફિકેટ સરકાર તરફથી આપવા રિટ કરી છે આ યુવતી પોતાને કોઇ ધર્મ કે જ્ઞાતિ સાથે જોડવા માંગતી નહી હોવાનું જણાવી તમિલનાડુમાં એક મહિલાને સરકારે આવું સર્ટિફિકેટ આપ્યું છે તેવું પોતાને આપવા રિટમાં જણાવ્યુ છે.
અરજદાર યુવતી જૂનાગઢ જિલ્લાની છે અને તે રાજગોર બ્રાહ્મણ પરિવારમાંથી આવતી હોવાનું અને માતા-પિતા હયાત નહી હોવાનું જણાવ્યુ છે.
યુવતીના મત મુજબ પોતે બ્રાહ્મણ પરિવાર માંથી આવતી હોવા છતાં ધર્મ અને જ્ઞાતિ વ્યવસ્થાના કારણે તેને રોજીંદા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગુજરાત ગવર્મેન્ટ ગેઝેટમાં અરજી કરી તેણે ઓળખમાંથી અટક દૂર કરાવી છે,
હવે તેને આવાં ખાસ સર્ટિફિકેટની જરૂર છે.
પિટિશનમાં વધુ રજૂઆત કરવામાં આવી છે કે તમિલનાડુની સ્નેહા પ્રથિબ્રજા દેશની એકમાત્ર એવી મહિલાને છે જેને નો રિલિજિયન નો કાસ્ટનું સર્ટિફિકેટ મદ્રાસ હાઇકોર્ટના આદેશથી આપવામાં આવ્યું છે તેવું પોતાને આપવામાં આવે.