વિરામ બાદ બુધવારે ભારતીય શેરબજારમાં ફરી સુધારો જોવા મળ્યો અને સેન્સેક્સ – નિફ્ટી નવી ઉંચી સપાટીએ બંધ થયા હતા. જેમાં સેન્સેક્સ પહેલીવાર 193.58 પોઇન્ટ કે 0.37 ટકા ઉછળીને પહેલીવાર 53,000ની સપાટીની ઉપર 53,054.76ના રેકોર્ડ હાઇ લેવલ પર બંધ થયા. તેવી જ રીતે બેન્ચમાર્ક એનએસઇ પર 61.40 પોઇન્ટ કે 0.39 ટકાની તેજી સાથે 15,879.65ના ઓલટાઇમ હાઇ લેવલ પર બંધ થયા.
હવે જૂન ક્વાર્ટરના કોર્પોરેટ રિઝલ્ટની સિઝન શરૂ થઇ ગઇ છે. ઉપરાંત મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ કેન્દ્ર સરકાર કેવી કામગીરી કરશે તેની ઉપર બજારની નજર રહેશે.
આ સ્ટોકમાં રહેશે તેજીનો ટ્રેન્ડ
મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્જન્સ કે એમએસીડી મુજબ ટાટા મોટર્સ, આરબીએલ બેન્ક, ઇક્વિટાસ હોલ્ડંગ્સ, ટાટા સ્ટીલ, લેમન ટ્રી, અશોક લેલેન્ડ, ઇન્ડસઇન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસીના સ્ટોકમાં તેજી જોવા મળી શકે છે. તે ઉપરાંત કેનેરા બેન્ક, જિયોજિત ફાઇનાન્સિયલ, શોભા, ઇન્ડસઇન્ડ બેન્ક, બર્જર પેઇન્ટ, કોટક મહિન્દ્રા બેન્ક, અપોલો ટાયર્સ, ગોદરેજ પ્રોપર્ટી અને આઇઆઇસીટીસીના શેરમાં તેજી જોવા મળી શકે છે.
ક્યાં સ્ટોકમાં ટ્રેડિંગથી સાવધાની રાખવી?
એમએસીડી મુજબ જીએમઆર ઇન્ફ્રા, ઇન્ફોસિસ, જમ્યુ-કાશ્મિર બેન્ક, નાટકો ફાર્મા, ડીલિંક ઇન્ડિયા, એચયુએલ, મારુતિ સુઝુકી, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોકમાં આજે ટ્રેડિંગ કરતી વખતે સાવધાની રાખવી જોઇએ.