મુંબઇઃ ભારતીય શેરબજાર નિયામક સેબીએ વ્યક્તિઓને એક ઉદ્દભુત તક આપી છે જેમાં તમે 10 કરોડ રૂપિયા સુધીનું ઇનામ મેળવી શકો છે. સેબીએ પોતાના એન્ટી ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશનમાં સંશોધન કરી બાતમીદાર આપનારને મહત્તમ ચૂકવવા પાત્ર વળતર એટલે કે ઇનામની રકમ હાલના 1 કરોડ રૂપિયાથી 10 ગણી વધારીને 10 કરોડ રૂપિયા કરી છે. સેબીએ મંગળવારે પોતાની બોર્ડ ઓફ ડિરેક્ટરને મિટિંગ બાદ જણાવ્યુ કે, ઇનામની રકમ વધારવા અને તેની ચૂકવણીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે બોર્ડે નિયમોમાં સંશોધનને મંજૂરી આપી દીધી છે.
સેબીએ કહ્યુ કે, ઇનસાઇડર ટ્રેડિંગના રેગ્યુલેશનના ઉલ્લંઘનની માહિતી આપનાર બાતમીદારને મહત્તમ વળતરની રકમ 1 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે. જો બાતમીદારને ચૂકવવા પાત્ર રિવોર્ડ 1 કરોડ રૂપિયા કે તેથી ઓછુ હોય તો ફાઇનલ ઓર્ડર જારી થયા બાદ સેબી તરફથી રિવોર્ડને મંજૂરી આપવામાં આવી શકે છે.
પરંતુ જો બાતમીદારને 1 કરોડ રૂપિયાથી વધારે રકમનું રિવોર્ મળવાનુ હોય તો સેબી ફાઇનલ આદેશ જારી થયા બાદ 1 કરોડ રૂપિયાનું અંતરિમ રિવોર્ડ આપશે. બાકીની રકમ સેબી તરફથી ચૂકવાતા રિવોર્ડની રકમના ઓછામાં ઓછા બેગણાં સેક્શન પ્રાપ્ત થવા પર અપાશે.
ઇનાસાઇડર ટ્રેડિંગ એટલે કંપની તરફથી સાર્વજનિક ન થયેલી એવી સંવેદનશીલ માહિતી જે કંપનીના શેરના ભાવને પ્રભાવિત કરતી શકે છે તેના આધારે સ્ટોકમાં કથિત ટ્રેડિંગ કરીને નફો મેળવવાની પ્રવૃત્તિ.