સંઘ પ્રદેશ દમણ અને સેલવાસ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.
દમણની જિલ્લા પંચાયત ખાતે ભાજપના 14 અને અપક્ષના 5 મળી 19 સભ્યોની બેઠક ધરાવતી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે જાગૃતિબેન પટેલ બિન હરીફ ચૂંટાઈ આવતા હતા. જ્યારે ઉપ પ્રમુખ તરીકે બાબુભાઇ પટેલનો ભવ્ય વિજય થયો હતો.
સેલવાસ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ટર્મ પૂર્ણ થતાં આજે સેલવાસ જિલ્લા પંચાયતના પ્રખુખ અને ઉપ પ્રમુખની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે દામજી કુરાડા અને ઉપ પ્રમુખ તરીકે વંદનાબેન પટેલની બિન હરીફ વરણી થઈ હતી. સેલવાસ
જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની બિન હરાઈફ વરણી થતા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ સેલવાસ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખને શુભેચ્છાઓ પાઠવવમાં આવી હતી.