સતત વધી રહેલા ડીઝલ ના ભાવો વચ્ચે સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના નરોલી પાસે એક ડીઝલ ટેન્કર પલટી ખાઈ જતાં રસ્તા પર ડીઝલના ખાબોચીયા ભરાતા આસપાસથી લોકો કેરબા લઈને દોડી ગયા હતા અને મફત માં ડીઝલ ભરવા પડાપડી કરી મૂકી હતી.
સેલવાસ નરોલી રોડ પર રાજ પેટ્રોલીયમમાં મુંબઈથી ડીઝલ ભરીને આવતું ટેન્કર ધાપસા ગોલાઈમાં પલ્ટી મારી જતા ટેન્કરમાં રહેલું ડીઝલ રસ્તા પર ઢોળાવાને કારણે આસપાસ ના ખાડાઓ માં ડીઝલ ભરાઈ જતા અતિ જ્વલનશીલ પ્રવાહી હોવા છતાં આસપાસથી લોકો કેરબા લઈ ડીઝલ ભરવા પહોંચ્યા હતા.
એક તણખો પડે તો પણ ભયાનક આગ ફાટી નીકળે તેવી ખબર હોવાછતાં લોકો એ તે વાત ને નજર અંદાજ કરી હતી અને મફત માં ડીઝલ ભરવા પડાપડી કરી મુકતા આખરે પોલીસે દોડી આવી ડીઝલ સાફ કરાવ્યું હતું અને ટેન્કર ને ત્યાંથી ખસેડવા ક્રેન મંગાવી હતી પોલીસ તપાસ માં ટેન્કર નો ચાલક દારૂ પીધેલી હાલત માં હોવાનું ખુલ્યું હતું.