નવી દિલ્હીઃ વૈશ્વિક બજારોના વલણ પાછળ ભારતીય બજારોમાં પણ સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર થયો છે. આજે ભારતમાં સોનાની કિંમત ઘટી જ્યારે ચાંદી વધુ મોંઘી થઇ છે. ચાલો જાણીયે આજના શુક્રવારના સોના-ચાંદીના ભાવની સ્થિતિ
આજે દિલ્હીના ઝવેરી બજારમાં આજે સોનાની કિંમત 147 રૂપિયા ઘટી અને પ્રતિ 10 ગ્રામનો ભાવ 44,081 રૂપિયા થયો હતો. તો ચાંદીની કિંમતમા 1036 રૂપિયાનો કડાકો નોંધાયો અને પ્રતિ એક ગ્રામની કિંમત 64,276 રૂપિયા થઇ હતી.
આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાની કિંમત સાધારણ 100 રૂપિયા ઘટીને 46,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો ચાંદીની કિંમત 700 રૂપિયા વધી અને પ્રતિ એક કિગ્રનો ભાવ 66200 રૂપિયા થયો હતો.
વૈશ્વિક બુલિયન બજારની નરમાઇ અને ડોલર સામે રૂપિયો મજબૂત થવાથી સોનામાં ફરી નરમાઇ જોવા મળી હતી.વૈશ્વિક બુલિયન બજારમાં આજે સોનું 1726 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ અને ચાંદી 25.14 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. અમેરિકાના અર્થતંત્રમાં ચોથા ત્રિમાસિક દરમિયાન અપેક્ષા કરતા ઉંચો વિકાસદર નોંધાતા ડોલર મજબૂત થયો છે જેની અસર બુલિયન પર ફરી દબાણ આવ્યુ છે. આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો પણ ત્રણ દિવસના ઘટાડા બાદ આજે શુક્રવારે 11 પૈસાની મજબૂતીમાં 72.51ના સ્તરે બંધ થયો હતો.