નવી દિલ્હીઃ ઇ-કોમર્સ પ્લેટફોર્મ સ્નેપડીલ એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના પ્લેટફોર્મ પર હાઇ એન્ડ બ્રાન્ડ એટલે કે અત્યંત મોંઘી પ્રોડક્ટ ન વેચવાનો નિર્ણય કર્યો છે. એક સમયે સ્નેપડીલ એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપતી પરંતુ હવે તે ઘણી પાછળ રહી ગઇ છે.
સ્નેપડીલના સંસ્થાપક અને સીઇઓ કુણાલ બહલે જણાવ્યુ કે, પાછલા કેટલા વર્ષોમાં અમે વેલ્યૂ ઇ-કોમર્સ સેગ્મેન્ટ પર બહુ ઝડપથી ધ્યાન કેન્દ્રિત કર્યુ છે અને અમારી રણનીતિ આગળ પર આ સેગમેન્ટ માટે રહેશે. અમે એવા ગ્રાહકો અંગે બહુ સ્પષ્ટ છીએ જેમને અમે સેવા આપીયે છીએ અને તેઓ મુખ્યત્વે વેલ્યૂ શોપર્સ છે. આથી અમે બહુ મોંઘી પ્રોડક્ટ કે મોંઘી બ્રાન્ડો વેચીશું નહીં.
બહલે કહ્યુ કે, ભારતમાં ઘણા વેલ્યૂ રિટેલર્સ છે, જેમં વિશાલ મેગામાર્ટ, વી માર્ટ શામેલ છે. વેલ્યૂ ઇ-કોમર્સ જરૂરિયાતો અને ગ્રાહકોની સેવાના સંદર્ભમાં જે છે, તેનાથી અલગ નથી અને કેટલાંક માપદંડોમાં અમે તેમના વ્યવસાય અને ઓનલાઇન સમકક્ષનું નિર્માણ કરી રહ્યા છીએ.
બજારની લોઅર એન્ડ માંગને પૂરી કરવા માટે સ્પેનડીલે પોતાના સંશાધનોનો ઉપયોગ ક્ષમતાઓનું નિર્માણ કરવા માટે કર્યુ છે. આવુ એટલા માટે જેથી વર્ગીકરણમાં ઉડાણ લાવી શકાય અને દૂરના વિસ્તારોના ક્ષેત્રો સુધી પહોંચવા માટે પોતાની સપ્લાયચેઇનને સાનુકુળ બનાવી શકાય. દેશનો એક મોટો વિસ્તાર, ખાસ કરીને બહુ નાના શહેરો અને ગામડાંઓને હજી પણ ઇ-કોમર્સથી ડોરસ્ટેપ સ્રવિસ મળતી નથી.