કોરોના સંકટકાળમાં લોકોને આરોગ્ય વીમાનું મહત્વ સમજાયુ છે અને હવે મોટી સંખ્યામાં લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદી રહ્યા છે. જો કે આરોગ્ય વીમાનું પોલિસી ખરીદતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ. જેથી વીમાધારકોને યોગ્ય પોલિસી કવચ મળી છે. ચાલો જાણીયે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ…
ક્લેમની રકમ
વીમા પોલિસીમાં ગંભીર રોગ માટે ક્લેમની રકમ વધારે હોવી જોઇએ. બજારમાં ઉપલબ્ધ ઘણી વિમા કંપનીઓની પોલિસીમમાં કેટલીક ગંભીર રોગો પર ક્લેમની રકમ અપેક્ષા કરતા ઓછી હોય છે. ગ્રાહકોને વીમા પોલિસી લેતા પહેલા આ અંગે જાણી લેવુ જોઇએ. તેના માટે ગ્રાહકોને ગંભીર રોગની કવર લિસ્ટ તમામ દસ્તાવેજ સાવચેતીપૂર્વક વાચવા જોઇએ.
વર્તમાન રોગ કવર થાય
ગ્રાહકને સ્વાસ્થ્ય વીમા લેતા પહેલા જાણી લેવુ જોઇએ કે પોલિસીમાં વર્તમાન રોગ કવર થાય છે કે નહીં. કેટલીક કંપની તો તેની પોલિસીમાં વીમાધારકના વર્તમાન રોગને કવર કરે છે અને કેટલીક વીમા પોલિસી તેને કવર નથી કરતી. હંમેશા એ વીમાની પસંદગી કરવી જોઇએ, જે ગ્રાહકના વર્તમાન રોગને કવર કરે છે અને જેમાં ઓછો વેટિંગ પીરિયડ હોય.
ચુકવણીની મર્યાદા
ગ્રાહકોએ હંમેશા એવી ઇન્સ્યોરન્સ પોલિસીની પસંદગી કરવી જોઇએ, જે હોસ્પિટલમાં દાખલ થયા પછી તમામ ખર્ચ કવર કરે. બજારમાં ઉપલબ્ધ ઘણી વીમા કંપનીઓ પોલિસીમાં એક મર્યાદા પછી રૂમ અથવા આઈસીયૂની ચુકવણી પોલિસીધારકને પોતે જ કરવી પડે છે. તેથી પોલિસી લેતા પહેલા ગ્રાહકોને આ અંગે જાણી લેવુ જોઇએ.
કો-પેમેન્ટ ક્લોઝ
કો-પેમેન્ટ એ રકમ હોય છે, જેની ચુકવણી પોતે પોલિસીધારકને વીમાની સેવાઓ માટે કરવાની હોય છે. આ રકમ પહેલાથી નક્કી હોય છે. સીનિયર સિટીજન્સ માટે બજારમાં ઉપલબ્ધ મોટાભાગની પોલિસી કો-પેમેન્ટ શરત સાથે આવે છે. એવામાં ગ્રાહકને એ વીમા પોલસીની પસંદગી કરવી જોઇએ, જેમાં તેને ઓછી કો-પેમેન્ટની ચુકવણી કરવી પડે. ઉપરાંત ગ્રાહક કો-પેમેન્ટની શરત હટાવવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. તેના માટે ગ્રાહકને વધારાનું પ્રીમિયમ ચુકવવાનું થાય છે.
પ્રીમિયમ પર છૂટ
બજારમાં ઉપલબ્ધ ઘણી વીમા પોલિસીમાં મોટાભાગની પોલિસી ટર્મ પર એક સાથે પ્રીમિયમ જમા કરવાની છૂટ આપવામાં આવે છે. પોલિસી ટર્મ મહત્તમ ત્રણ વર્ષની હોઈ શકે છે. ગ્રાહક એક સાથે પ્રીમિય જમા કરી તેના પર છૂટનો લાભ લઇ શકે છે.