ટોક્ટો ઓલિમ્પિકની તૈયારીઓ વચ્ચે ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે પોતાની મંગેતર મલેશિયાની ઇલી સિદ્દિકી સાથે બુધવારે જલંધરમાં લગ્ન કર્યા છે. ભારતીય ટીમના બેંગ્લરના ઇન્ડિયન સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સેન્ટલ સ્થિત કોચિંગ સેન્ટરમાં જ લગ્નનો કાર્યક્રમ સંપન્ન થયો છે. ઇલી અને મનપ્રીત સિંહ છેલ્લા આઠ વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા.
વર્ષ 2012માં થઇ હતી પહેલી મુલાકાત
મલેશિયામાં 2013માં સુલ્તાન જોહોર કપ જૂનિયર હોકી ટૂર્નામેન્ટ દરમિયાન બંનેની મુલાકાત થઇ હતી, જ્યારે મનપ્રીત ભારતીય જૂનિયર ટીમના કેપ્ટન હતો. જલંધરના મીઠાપુરના રહેવાસી મનપ્રીત સિંહ અને ઇલીના લગ્ન જીટીબી નગર ગુરુદ્વારામાં સંપન્ન થયા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કુટુંબીજનો અને લગ્ના સગાસંબંધીઓ લગ્નમાં શામેલ થયા હતા.