મુંબઇઃ શું તમે નવુ ઘર ખરીદવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારી માટે એક બેસ્ટ ઓફર આવી છે. મોનસૂન સીઝનને ધ્યાનમાં રાખતા દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇ એ હોમ લોન ગ્રાહકો માટે મોનસૂન ધમાકા ઓફરની ઘોષણા કરી છે. આ ઓફર હેઠળ એસબીઆઇએ હોમ લોનની પ્રોસેસિંગ ફીમાં સંપૂર્ણ 100 ટકા માફીની જાહેરાત કરી છે.
એસબીઆઇની હોમ લોનના વ્યાજદર 6.70 ટકાથી શરૂ થાય છે. બેન્કે આપેલી માહિતી મુજબ હાલની 0.40 ટકા પ્રોસેસિંગ ફીમાંથી મુક્તિ મળતા ગ્રાહકોને મોટી રાહત મળશે. બેન્કે કહ્યુ કે, મોનસૂન ધમાકા ઓફર મર્યાદિત સમય માટે જ રહેશે. આ ઓફરનો કસ્ટમરો 31મી ઓગસ્ટ 2021 સુધી લાભ લઇ શકશે.
બેન્કે મોનસૂન ધમાકા ઓફર અંગે ટ્વિટ કરી માહિતી આપી છે. બેન્કે કહ્યુ કે, નવુ ઘર ખરીદનાર લોકો શૂન્ય પ્રોસેસિંગ ફી પર એસબીઆઇ પાસેથી હોમ લોન મેળવી શકે છે. ગ્રાહકોએ https://sbiyono.sbi પર વિઝિટ કરવાની રહેશે. તે ઉપરાંત બેન્કે કહ્યુ કે આ હોમ લોન ઓફર માત્ર 31 ઓગસ્ટ સુધી જ માન્ય રહેશે.
એસબીઆઇના એમડી (આર એન્ડ ડીબી) સી એસ. શેટ્ટીએ કહ્યુ કે, પોતાના સંભવિત હોમ લોન ગ્રાહકોની માટે મોનસૂન ધમાકા ઓફરની ધોષણા કરતા અમને ઘણી ખુશી થઇ રહી છે. અમારું માવુ છે કે પ્રોસેસિંગ ફીમાં મુક્તિની આ ઓફર ઘર ખરીદનારને વધારાની સુવિધા પ્રદાન કરશે અને તેમને વ્યાજદરના રૂપમાં સરળતાથી નિર્ણય લેવાની દિસામાં પ્રોત્સાહિત કરશે, કારણ કે વ્યાજદર પહેલાથી તેમના ઐતિહાસિક નીચલા સ્તર છે. અમે પ્રત્યેક ભારતીય માટે એક બેન્કર બનવાનો પ્રયાસ કરીયે છીએ અને આવી રીતે અમે રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનીયે છીએ.