ભારતના રાઇફલ અને પિસ્તોલ મળીને કુલ 14 શૂટરો આગામી 17થી 23 નવેમ્બર દરમિયાન ચીનના પુતિયાનમાં યોજાનારા વર્ષાંત વર્લ્ડકપ ફાઇનલમાં ક્વોલિફાય થયા છે જે એક વિક્રમી આકંડો છે. આ પ્રતિષ્ઠિત વાર્ષિક ટૂર્નામેન્ટમાં 8 રાઇફલ-પિસ્તોલ ઇવેન્ટમાં વર્ષમાં શ્રેષ્ઠતમ પ્રદર્શન કરનારા શૂટર ભાગ લે છે.
ભારતના 14 શૂટરમાં અંદુમ મોદગીલ અને મનુ ભાકરે બે ઇવેન્ટ માટે ક્વોલિફાઇ કર્યું છે. અંજુમે 10 મીટર એર રાઇફલ અને 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન તેમજ મનુએ 10 મીટર એર પિસ્તોલ અને 25 મીટર પિસ્તોલ સ્પર્ધા માટે ક્વોલિફાઇ કર્યું છે.