ખાનગી કંપનીઓમાં નોકરી કરનાર કર્મચારીઓ માટે ખુશખબર છે. ખાનગી પગારદાર કર્મચારીઓને આગામી વર્ષે તેમના પગારમાં સારો એવો વધારો મળી શકે છે. નિષ્ણાંતોનું કહેવુ છે કેકે, કંપનીઓ કોવિડ-19 સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનમાંથી બહાર આવી રહી છે. કોરોના સંકટને પગલે કંપનીઓ ગંભીર રીતે પ્રભાવિત થઇ છે. તેની અસર કર્મચારીઓ પર પડી છે. ઈંક્રીમેંટની રાહ જોઈ રહેલા લોકોને નિરાશ થવાનો વારો આવ્યો છે. પણ તાજેતરમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આગામી નાણાકીય વર્ષમાં કંપનીઓ પોતાના કર્મચારીઓને સેલરીમાં વધારો કરી શકે છે.
બ્લૂમબર્ગની એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં જે સેક્ટરોમાં પગાર વધારાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તેમાં ઇ-કોમર્સ, ઇન્ફોર્મેશનલ ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ અને નાણાંકીય સેવાઓ શામેલ છે. અલબત્ત એરસ્પેસ, હોટેલ અને હોસ્પિટાલિટી જેવા સેક્ટરોને રિકવરી પ્રાપ્ત કરવામાં થોડોક વધારે સમય લાગી શકે છે.
જો બધુ બરાબર થઈ જાય અને ભારત COVID-19 ની ત્રીજી લહેર સાથે વ્યવહાર કરવામાં સમર્થ છે, તો બ્લૂમબર્ગ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના કર્મચારીઓ આગામી નાણાકીય વર્ષમાં એપ્રિલ 2022 થી શરૂ થતાં 8 ટકા સુધી વૃદ્ધિની અપેક્ષા રાખી શકે છે. ભારતમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ એક સારા સમાચાર છે કારણ કે તેઓને રોગચાળાને કારણે નોકરીની ખોટ અથવા વેતન કાપનો સામનો કરવો પડે છે.
આપને જણાવી દઈએ કે અગાઉ નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 1 જુલાઇથી વધારીને 28 ટકા કરવાના કેન્દ્રીય કેબિનેટના નિર્ણયને લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત જુલાઈથી જ પેન્શનરોને તેમના ડીઆરમાં 28 ટકાનો વધારો મળશે.