ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (GIL)ના ચેરમેન આદિ ગોદરેજ એ કંપનીના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધુ છે. હવે તેમના સ્થાને આ જવાબદાર તેમના નાના ભાઇ નાદિર ગોદરેજ સંભાળશે. આ વાતની માહિતી કંપનીએ રેગ્યુલેટરીને આપી છે. નાદિર 1 ઓક્ટોબર ના રોજ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પદની જવાબદારી સંભાળશે. ઉલ્લેખનિય છે કે, નાદિર ગોદરેજ હાલ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટરે શુક્રવારે યોજાયેલી બેઠકમાં આદિ ગોદરેજના રાજીનામાંનો સ્વીકાર્ય કર્યો હતો.
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શુક્રવારે મળેલી બેઠકમાં આદિ ગોદરેજનું રાજીનામું સ્વીકારી લીધું. તેઓ હવે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો ભાગ નહીં બની શકે, પરંતુ કંપનીને માનદ ચેરમેન તરીકે સેવા આપવાનું ચાલુ રાખશે.
નાદિર ગોદરેજ હાલમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (MD) છે. હવે આદિ ગોદરેજના રાજીનામા બાદ તેમની પાસે ચેરમેન પદની જવાબદારી પણ રહેશે.
આદિ ગોદરેજનું પદ છોડવાના પ્રસંગે તેમણે જણાવ્યું કે મારા માટે સૌભાગ્યની વાત છે કે મને 4 દાયકાઓ સુધી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝની સેવા કરવાની તક મળી. દરમિયાન અમારી કંપનીએ વધુ સારા પરિણામો આપ્યા છે અને કંપનીમાં ઘણા ફેરફારો કર્યા છે. સમય સમય પર મારું સાથ આપવા અને સારી સલાહ આપવા બદલ હું મારા બોર્ડના સભ્યોનો પણ આભારી છું. હું મારી કંપની સાથે સંકળાયેલા દરેકનો આભારી છું.