મહારાષ્ટ્રમાં આજે રવિવારે એક મોટો રાજકીય ઇતિહાસ રચાયો છે અને NCPના અજિત પવારે બપોરે 2.30 વાગ્યે શિવસેનાની એકનાથ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.
ખાસ નોંધનીય વાતતો એ રહી કે શપથ લીધા પછી તરત જ ટ્વિટર પ્રોફાઇલ બદલાઈ ગઈ હતા અને તેઓએ લખ્યું હતું કે- મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ.
આ મોટા રાજકીય ફેરફાર વચ્ચે એકનાથ શિંદેનું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું હતું કે – અજિત પવારના આવવાથી સરકારને ફાયદો થશે. રાજ્યનો ઝડપી વિકાસ થશે.
હવે મહારાષ્ટ્રમાં ટ્રિપલ એન્જિનની સરકાર છે.
અજિત પવાર 8 ધારાસભ્યો છગન ભુજબલ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલીપ વલસે પાટીલ, ધર્મરાવ આત્રામ, સુનિલ વલસાડ, અદિતિ તટકરે અને હસન મુશરફ સાથે બપોરે 2 વાગ્યે રાજભવન પહોંચ્યા. 3 વાગ્યા સુધીમાં શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડવાનીસની હાજરીમાં દરેકને પદના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
સમાચાર એજન્સી ANI અનુસાર, અજીત સહિત બાકીના ધારાસભ્યો પટનામાં વિપક્ષી એકતાની બેઠકમાં સ્ટેજ વહેંચવા અને રાહુલ ગાંધીને સહકાર આપવાના શરદ પવારના એકપક્ષીય નિર્ણયથી નારાજ હતા.
મહારાષ્ટ્રમાં આવતા વર્ષે ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આના થોડા મહિના પછી જ સામાન્ય ચૂંટણી છે. અજિત સાથે જોડાયા બાદ એકનાથ શિંદેએ કહ્યું કે અમે વિધાનસભા અને લોકસભામાં પહેલા કરતા વધુ સીટો જીતીશું
એકનાથ શિંદેએ કહ્યું- અજિત પવારના આવવાથી સરકારને ફાયદો થશે. રાજ્યનો ઝડપી વિકાસ થશે. હવે ટ્રિપલ એન્જિનની સરકાર છે.