શેરબજારમાં અનેક શેરોનું પ્રદર્શન હેરાન કરી નાખે છે. ઓર્ચિડ ફાર્મા (Orchid Pharma) આવો જ એક શેર છે કે જે છેલ્લાં પાંચ મહીનામાં અંદાજે 10 હજાર ટકાનું રિટર્ન આપ્યું છે. તો અહીં જાણીશું કે શું આ શેરમાં પૈસા લગાવવા એ ઠીક રહેશે.
આ શેર ગયા વર્ષે 3 નવેમ્બરના રોજ શેરબજારમાં 18 રૂપિયા પર નવી રીતે લિસ્ટ (રીલિસ્ટ) થયા હતાં. મંગળવારનો રોજ બીએસઇ પર આ શેર 1787 રૂપિયામાં અને બુધવારના રોજ 1697.65 રૂપિયા પર બંધ થયો. આ રીતે ગયા પાંચ મહીનામાં ઓર્ચિડ ફાર્માએ પોતાના શેરધારકોને 9,827 % નું રિટર્ન આપ્યું છે. આ દરમ્યાન સેન્સેક્સએ માત્ર 21.56 ટકાનું રિટર્ન આપ્યું છે.
રીલિસ્ટ થયા બાદ આ શેર સતત અનેક વખત અપર સર્કિટને સ્પર્શતો રહ્યો છે પરંતુ આ શેરમાં એક વાત પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. એ વાત એ છે કે, કંપનીના પ્રમોટર ધાનુકા લેબોરેટરીઝની આમાં 98.07 ટકાની ભાગેદારી છે એટલે કે શેરમાર્કેટમાં સામાન્ય રોકાણકારોની વાટાઘાટો માટે ખૂબ જ ઓછાં શેર બચ્યાં છે. સામાન્ય રોકાણકારો માટે તો અંદાજે અડધો ટકો જ શેર બચ્યાં છે.
કંપનીના શેરોમાં ઉછાળો આવવાનું કારણ એ છે કે, પ્રમોટર પોતાની ભાગીદારી કેટલાંક મોટા રોકાણકારોને વધારે સસ્તા ભાવ પર વેચી રહ્યાં છે. સેબીના નવા નિયમ અનુસાર, પ્રમોટર્સને કોઇ કંપનીની લિસ્ટિંગના ત્રણ વર્ષની અંદર પોતાની ભાગીદારી ઘટાડીને 75 ટકા સુધી લાવી છે.
જાણકારોનું કહેવું છે કે, ચેન્નઇ મુખ્યાલયવાળી આ કંપનીનું નાણાંકીય પ્રદર્શન તેમના શેરોમાં આ ઉછાળાને જસ્ટિફાઇ નથી કરતો. કંપની હાલના દિવસોમાં ઇન્સોલ્વેસી એન્ડ બેંકરપ્શી કોડ (IBC) પ્રક્રિયાથી પસાર થઇ રહી છે. કંપનીની નવી જોગવાઇએ કંપનીના ઓપરેશન અને રિસર્ચ ક્ષમતામાં વધારે રોકાણ કરેલ છે અને આગામી 6થી 12 મહીનામાં નફામાં આવવાની આશા કરી રહી છે.