કચ્છના ભચાઉના ચિરઇ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં 2 ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થતા કુલ 13 વ્યક્તિઓના મોત થયા છે. ડીસાથી કચ્છ જતા પરિવારને આ અકસ્માત નડ્યો હતો. ભચાઉ પોલીસ અને 108 સહિતની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી. આ ઘટના સર્જાતા અરેરાટી મચી જવા પામી છે.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે બે ટ્રક વચ્ચે કાર દબાઇ જતા કુચરો બોલી ગયો. જ્યારે ટ્રકોમાં ભરેલો માલ સામાન રોડ પર વેર વિખેર થઇ ગયો હતો. આ અકસ્માતમાં લોકોના ગંભીર રીતે મોત નિપજ્યાં છે.
ઘટનાના પગલે આસપાસના લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઇ હતી. રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ભચાઉ પોલીસ અને ઇમરજન્સી 108ની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી.