આત્મહત્યા પહેલા 20-25 સિગારેટ અને બીયર પીધી
આ કેસની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું કે તેમને સારંગના ફ્લેટ અને મોબાઈલમાંથી કોઈ સુસાઈડ નોટ કે મેસેજ મળ્યો નથી. પોલીસના જણાવ્યા અનુસાર સારંગ ફ્લેટમાં એકલો રહેતો હતો. આત્મહત્યા કરતા પહેલા સારંગે ઘણી બિયર અને 20-25 સિગારેટ પીધી હશે. પોલીસને સારંગના ફ્લેટમાંથી સિગારેટના ઘણા બટ્ટા અને બીયરના ખાલી ડબ્બા મળી આવ્યા છે.
પોલીસ તપાસમાં જોડાઈ
પોલીસે એમ પણ જણાવ્યું હતું કે સોફ્ટવેર એન્જિનિયરે મંગળવારે સવારે 8.30 વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી હતી. ઘટના બાદ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને સારંગને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જો કે, સારંગનું બિલ્ડીંગ પરથી પડતાં જ મૃત્યુ થયું હતું. હાલમાં પોલીસે કેસ નોંધી લીધો છે અને દરેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે.