લોકડાઉન પછી અનલોકના ફેઝમાં દરરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે. તેમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાં કોરોનાનાએ જે ગતિ પકડી છે તે ચિંતાજનક છે. આ ઉપરાંત અમદાવાદમાં મૃત્યુઆંક પણ રોકેટ ગતિએ વધી રહ્યો છે.
અમદાવાદમાં મૃત્યુદર 7.1 ટકા પર છે જે દેશમાં બીજા નંબરે છે. પહેલા નંબરે કોલકત્તા છે ત્યાં મૃત્યુદર 9 ટકા છે. અમદાવાદ હાલ કોરોનાનું ડેથસ્પોટ બની ગયું છે. અમદાવાદમાં દર 100 કેસોમાંથી 7 લોકોના મોત નોંધાયા છે. એટલે જ અમદાવાદને કોરોનાનું ડેથસ્પોટ માનવામાં આવી રહ્યુ છે કારણ કે ગયા મહિના સુધી મૃત્યુ દર 5 ટકા હતો, તે હવે વધીને 7.1 ટકા થઈ ગયો છે. જેનો અર્થ છે કે આ શહેર મૃત્યુના કેસોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે.