દેશમાં કોરોના સંક્રમણના એક લાખ થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ખાંસી, તાવ, સ્વાદ અને સુગંધ જતી રહેવી વગેરે આ જીવલેણ વાયરસના સામાન્ય લક્ષણો છે, પરંતુ નવા સ્ટ્રેનની તબાહી સાથે હવે નવા લક્ષણો પણ સામે આવી રહ્યા છે. તો ચાલો તમને જણાવીએ કોરોના વાયરસનો નવા સ્ટ્રેન જુના વેરિયંટ થી કેટલો અલગ છે અને તેની ઓળખ કેવી રીતે થઇ શકે.ચીનમાં સામે આવેલ તાજેતરના અભ્યાસ મુજબ નવા સ્ટ્રેન પર ધ્યાન આપતા કેટલાંક ખાસ લક્ષણોની ઓળખ થઇ છે. ઇન્ફેક્શનના નવા વેરિયંટમાં વ્યક્તિની આંખો સામાન્ય લાલ અથવા ગુલાબી થઇ જાય છે. આંખોમાં લાલાશની સાથે સોજો અને આંખો માંથી પાણી નીકળવાની પણ ફરિયાદ રહે છે.ઇન્ટરનેશનલ જર્નલ પફ ઓડિયોલોજીમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ કોવિડ-19નો નવો સ્ટ્રેન કાં સાથે સંકળાયેલ સમસ્યાઓ ઉભી કરી શકે છે. અભ્યાસમાં લાગભાવ 56 % લોકોમાં આ સમસ્યા જોવા મળી છે. જો તમારામાં પણ આ પ્રકારના કોઈ લક્ષણો અનુભવાય તો તે કોરોના વાયરસના નવા સ્ટ્રેનના લક્ષણો હોઈ શકે છે.નવા સ્ટ્રેનમાં શોધકર્તાઓએ ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ સાથે સંકળાયેલ ફરિયાદોની વાત કરી છે. પહેલા જ્યાં દર્દીઓને માત્ર અપર રેસ્પિરેટરી સિસ્ટમમાં ફરિયાદ થતી હતી તે હવે પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓનો પણ સામે આવી રહી છે.નવા સ્ટ્રેનમાં લોકોને ડાયેરિયા, પેટમાં બળતરા અને ડાયજેસ્ટિવ ડિસ્કમ્ફર્ટ અનુભવવાની ફરિયાદો થાય છે.કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થયેલ લોકોમાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડરની સમસ્યા પણ જોવા મળી રહી છે. એક રિપોર્ટ અનુસાર લાંબા સમય સુધી કોરોનાથી બીમાર રહેનાર લોકોમાં બ્રેઈન ફોગ અથવા મેન્ટલ કન્ફ્યુઝનની સમસ્યાઓ જોવા મળી છે. આ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરની અસર તેમની ઊંઘ અને મેમરી લોસ પર પણ પડે છે.જો તમે કેટલાક દિવસોથી હૃદયના ધબકારાની અસામાન્ય ગતિ અનુભવી રહ્યા છો તો તેને બિલકુલ અવગણો નહીં. મેયો ક્લિનિકલની એક રિપોર્ટ મુજબ નવા સ્ટ્રેનના સંક્રમણમાં આવ્યા બાદ વ્યક્તિના ધબકારા વધી જાય છે. અન્ય એક રિપોર્ટ મુજબ રિકવર થઇ ચૂકેલા 78 % લોકોએ કાર્ડિયાક સાથે સંકળાયેલ સમસ્યાઓ હોવાનું કહ્યું છે. જયારે, 60% લોકોએ મેયોકાર્ડિયલ ઇન્ફ્લેમેશનની ફરિયાદ કરી છે.આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન બોડી પર અલગ અલગ રીતે હુમલો કરે છે. નવો સ્ટ્રેન વધુ સંક્રામક છે અને ફેફ્સાઓ અને શ્વસન તંત્રમાં સરળતાથી ફેલાય છે. તેને કારણે ન્યુમોનિયા થાય છે જે કોરોનાને વધુ ઘાતક બનાવી દે છે.કોરોનાના કેટલાક દર્દીઓમાં નાગ વહેવી અથવા બંધ નાકના પણ લક્ષણો જોવા મળ્યા હતા. જોકે, જરૂરી નથી કે નાક વહેવી તે કોરોના સંક્રમણના જ લક્ષણો હોય. સામાન્ય રીતે એલર્જી અથવા ઠંડી લાગવાને કારણે પણ નાક ગળતું હોય છે. ડબલ્યુએચઓના રિપોર્ટ અનુસાર કોરોનાના 5 ટકાથી પણ ઓછા લોકોમાં આ લક્ષણ જોવા મળે છે.કોરોના વાયરસના કેટલાંક દર્દીઓમાં છીંક આવવી અને ખારાશ થવી જેવી સમસ્યાઓ જોવા મળી છે. જોકે, છીંક આવવાનો અર્થ એ નથી કે તમને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. એલર્જી અથવા શરદી થાવે લીધે પણ છીંક અને ગળામાં ખારાશ જેવી સમસ્યાઓ થઇ શકે છે.
