આઈસીએમઆરના તાજેતરના એક અભ્યાસ અનુસાર, કોરોના વાઈરસની બીજી લહેર સગર્ભાઓ પર વધુ ખતરનાક સાબિત થઈ. ગંભીર લક્ષણ ધરાવતા કેસ અને મૃત્ય દરમાં પણ પ્રથમ લહેરની સરખામણીએ આ લહેરમાં વધુ જોવા મળી હતી. આ અભ્યાસમાં ગર્ભવતી અને બાળકોને જન્મ આપી ચૂકેલી મહિલાઓની પ્રથમ અને બીજી લહેરની સરખાણી કરવામાં આવી. આ અભ્યાસ પ્રમાણે બીજી લહેરમાં કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા કેસ આ વખતે વધુ ઝડપી રહ્યા હતા.આમાં કુલ 1530 મહિલાઓ પર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 1143 પર પ્રથમ અને 387 બીજી લહેરમાં સામેલ હતી. દેશમાં સ્તનપાન કરાવતી મહિલાઓને રસી લેવાની સલાહ આપવામાં આવી છે. આમછતાં હજી સરકાર તરફથી કોઈ ગાઈડલાઈન ઈશ્યૂ નથી કરવામાં આવી. આ મુદ્દે એક ખાસ કમિટીમાં મંથન ચાલી રહ્યું છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાજેતરમાં એવી ભલામણ કરી છે જેમાં ગર્ભવતી મહિલાઓને કોવિડનો ખતરો વધુ છે અને જો તેમને વધુ બીમારીઓ હોય તો તેમને રસી લગાવવી જોઈએ.દેશમાં કોરોના વાઈરસના દૈનિક કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસના નવા 67 હજાર 208 કેસ નોંધાયા હતા. છેલ્લા 71 દિવસમાં સૌથી ઓછા કેસ નોંધાયા હતા. તો કોરોના વાઈરસથી બે હજાર, 330 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. ગત 24 કલાકમાં એક લાખ ત્રણ હજાર 570 લોકોએ કોરોનાને હરાવ્યો હતો. તો વળી દેશમાં કોરોનાના દેશમાં હાલ 8 લાખ 26 હજાર 740 એક્ટિવ કેસ કે જે સારવાર હેઠળ છે. દેશમાં અત્યાર સુધી 26 કરોડ 55 લાખ 19 હજાર 251 લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે.
