ભારતમાં કોરોના વાઇરસ દિવસે ને દિવસે વિકરાણ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 4 લાખથી વધુ નવા કેસો નોંધાયા છે અને અંદાજે 4 હજાર લોકોના મોત થયા છે. મહામારીના પ્રકોપને જોતા હવે જરૂરી થઇ ગયુ છે કે સારવાર પણ ડોક્ટરોની નજર હેઠળ થાય. જો દર્દી ઘરે આઇસોલેટ છે, તેમને પણ ડોક્ટરની સલાહ પર જ દવાઓ લેવી જોઇએ. કોરોનાના આ સંકટમાં ડોક્ટરની સલાહ વગર લેવામાં આવી રહેલી દવાઓ પણ નુકશાન પહોંચાડી રહી છે. તેથી ડોક્ટરની સલાહ લીધા વગર કોઇ પણ પ્રકારની દવાઓ લેવી દર્દી માટે હાનિકારક સાબિત થઇ શકે છે.કોરોના વાઇરસની સારવારમાં મોટા પ્રમાણમાં સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે, છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કરેલી સ્ટડીમાં સ્ટીરોઈડના ઘણાં નુકસાન જોવા મળ્યાં છે. જાલંધર સ્થિત પંજાબ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (પીઆઈએમએસ)ના કોરોના યુનિટના પ્રભારી ડો.કુલબીર શર્માએ કોરોના દર્દીઓને આપવામાં આવતી દવાઓ અંગે મોટો ખુલાસો કર્યો છે. આ દવાઓ કોરોના સંક્રમિત ડાયબિટીઝ અને બીપીના દર્દીઓ માટે ઘણી હાનિકારક છે. આ દવાઓને કારણે, કોરોના સંક્રમિત ડાયબિટીઝના દર્દીના સ્વાદુપિંડને અસર થઈ રહી છે. આટલું જ નહીં સ્ટેરોઇડનો ઉપયોગ કરીને દર્દીનો સુગર લેવલ પણ 400ની પાર પહોંચી રહ્યો છે. તેઓએ જણાવ્યું કે ડાયબિટીઝથી પીડિત કોરોના સંક્રમિત લોકોને ખૂબ જ સમજી વિચારીને સ્ટેરોઇડ આપવું જોઈએ. કોરોના સંક્રમિત દદર્દીઓને સ્ટેરોઇડ આપવાના મામલામાં અમૃતસરના સરકારી મેડિકલ કોલેજમાં એનેસ્થીસિયા ડિપાર્ટમેન્ટના પ્રમુખ પ્રોફેસર ડો. જેપી અત્રીએ પણ સચેત કર્યો કર્યો છે. ડો. અત્રીએ જણાવ્યું કે કોરોનાન તમામ દર્દીઓને સ્ટેરોઇડ ના આપવું જોઇએ. તેમણે જણાવ્યું કે જે દર્દીઓનો ઓક્સિજનનું સ્તર સતત નીચે જતું રહે છે, તેમને જ સ્ટેરોઇડ આપવું જોઈએ. કોરોનાના ગંભીર કિસ્સાઓમાં દર્દીઓના ફેફસામાં સંક્રમણ ખૂબ ફેલાય છે, જેના કારણે ફેફસામાં સોજો આવે છે. આવામાં સ્ટેરોઇડ્સનો ઉપયોગ ફેફસાના સંક્રમણને રોકી શકે છે. જો કે તેનાથી દર્દીનો સુગર અને બીપી પણ અનિયંત્રિત થઇ જાય છે.
