આ સ્ટડીનું માનીએ તો સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા ખતમ થઇ જવી કોવિડ-19ના 60% દર્દીઓમાં જોવા મળ્યું છે. જો કે આ વાયરસ ઘણા પ્રકારથી તમારા શરીરને પ્રભાવિત કરે છે. અમે તમને મોથી જોડાયેલા ઘણા લક્ષણો અંગે જણાવીએ છે જે કોવિડ-19નો સંકેત આપી રહ્યા છે. માટે મોડું કર્યા વગર ટેસ્ટ જરુર કરવો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થની એક સ્ટડીમાં જે નેચર મેડિસિન નામના જર્નલમાં -પ્રકાશિત કરવામાં આવી જે જેમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ-19ના અડધાથી વધુ દર્દીઓમાં ઇન્ફેક્શન દરમિયાન મોઢા સાથે સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. આ ખાસ વાત છે કે મોઢા સાથે જોડાયેલા આ લક્ષણ બીમારીના પ્રમુખ લક્ષણોના સામે પહેલા જ દેખાવા લાગે છે, પરંતુ એને સામાન્ય સમસ્યા સમજી ઇગ્નોર ન કરો.
ઘણા પ્રકારના વાયરલ ઇન્ફેક્શન, ઓટોઈમ્યુન બીમારી અને કોવિડ-19 સંક્રમણના કારણે તમામ દર્દીઓમાં ડ્રાય માઉથ એટલે મોઢું સુકાવાની સમસ્યા જોવા મળે છે. મોઢું સુકાવાનો મતલબ મોંમાં લારનું ઉત્પાદન ન થવું જે તમને ખરાબ બેક્સ્ટેરીયા અને રોગાણુઓથી બચાવે છે. જો તમને આ સમસ્યા છે તો એને ઇગ્નોર ન કરો.મોઢું સુકાવાના કારણે માત્ર બોલવા ને ખાવામાં જ તકલીફ થતી નથી પરંતુ ઘણી વખત સ્મેલ આવવાની સમસ્યા પણ થાય છે. એ ઉપરાંત મોઢામાં જલન થાય છે. એવામાં જો તમને લાગે કે દિવસમાં બ્રશ કર્યા પછી તમારા મોઢા માંથી ગંદી સ્મેલ આવે તો એનો સંકેત પણ ઇગ્નોર ન કરો.કોવિડ-19 જેવા વાયરલ ઇન્ફેક્શનથી પસાર થયા છે તો શરીરમાં ઇન્ફ્લેમેશન એટલે સોજો અથવા જલનની સમસ્યા થવા લાગે છે કારણ કે વાયરસ સ્નાયુઓના ફાયબર અને અંગોની અંદર પરતો પર હુમલો કરી એને નુકશાન પહોંચાડે છે. ઇન્ફ્લેમેશનના કારણે મોઢાના અંદરના ભાગમાં, જીભ પર અથવા મસૂડાઓની આજુબાજુ છાલા થઇ શકે છે. છાલા ઘણી વખત પેટ ગરમ હોવાના કારણે પણ થાય છે.