માનવધિકારો માટે કામ કરતા ગેર સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો. સાધ્યું છે. મોદી પર નિશાન તાકીને એમનેસ્ટી ઈન્ટરનેશનલે ટ્વિટ કર્યું છે કે પીએમ મોદીએ માનવધિકારની રક્ષાનું વચન આપ્યું હતું પરંતુ વડાપ્રધાન માનવધિકાર કાર્યકર્તાઓ અને એવા સંગઠનોને નિશાન બનાવી રહ્યા છે.
જ્યારે બીજેપીએ એમનેસ્ટીના આ આરોપોનો વળતો જવાબ આપ્યો છે. બીજેપીએ કહ્યું કે, એમનેસ્ટી ઈન્ટરનેશનલ સંસ્થા પીએમ મોદીના પાછળ પડી છે. બીજેપીનું કહેવું છે કે, આ સંસ્થા દુનિયામાં ભારતને બદનામ કરી રહી છે.