અલ્પેશ ઠાકોરે અમિત ચાવડાને પત્ર લખી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છું. આજ રોજ સવારથી આ વિશે ચર્ચાઓ અને અટકાળો ચાલી રહી હતી. અલ્પેશ ઠાકોરના રાજીનામાથી કોંગ્રેસની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે.
તેમણે પત્રમાં લખ્યું છે કે’ હું સમાજ સેવા માટે રાજનીતીમાં આવ્યો હતો. પણ મારી સાથે વિશ્વાસધાત થયો છે. મારું જીવન સમાજ સેવા સાથે જોડાયેલું છે. હું રાજનીતિમાં ગરીબોના ઉત્થાન આવ્યો હતો. ગરીબોના સપના પુરા કરવાના મેં સપના જોયા છે અને તે મારે પુરા કરવા પડશે. મારી સેનાનો આદેશ છે કે જ્યાં અપમાન અને વિશ્વાસધાત થતો હોય ત્યાં મારે ના રહેવું જોઈએ. મને પાર્ટીમાં ક્યારેય સન્માન મળ્યું નથી જેનો મને હંમેશા ખેદ રહેશે. મારા આ રાજીનામાને સ્વીકારવા વિનંતી’