દૂનિયામાં ઘણા એવા રહસ્ય છે. જે સામાન્ય માણસો માટે કોયડારૂપ બન્યાં છે. તેમાં ઘણા રહસ્ય એવા હોય છે કે, જે વૈજ્ઞાનિકો માટે પણ શરદર્દ સમાન બન્યો છે. જેમાં આજે અમે તમને જણાવીશું આવી રહસ્યમય જગ્યા અંગે, જે વિશે જાણીને તમે પણ હેરાન થઈ જશો. અમે વાત કરી રહ્યાં છીએ તુર્કીના પમુક્કલેની પહાડીઓમાં આવેલો પ્રાકૃતિક પુલ વિશે. જે પોતાની ખુબસુરતીની સાથે સાથે લોકો માટે પણ કુતુહુલનો વિષય પણ બની ગયો છે. કારણ કે, અહીંયા રહેલા ઝરણાનું પાણી પોતાની રીતે ગરમ થઈ જાય છે. જેનો કોયડો અત્યારસુધી કોઈ ઉકેલી શક્યું નથી.એવુ કહેવામાં આવે છે કે, આ ગરમ પાણીના સરોવરનુમા ઝરણું ઘણા હજારો વર્ષ જૂનુ છે. તમે જાણીને હેરાન થઈ જશો કે, આ ઝરણાનું પાણીનું તાપમાન 37 ડિગ્રીથી 100 ડિગ્રીની વચ્ચે રહે છે. એવું કહેવામાં આવે છે કે, આ કુદરતી સ્વિમિંગ પુલમાં ન્હાવાથી ઘણા પ્રકારની બિમારીઓ તેમજ ચામડીના રોગો પણ દુર થઈ જાય છે.આ કારણે આ ઝરણું આજે પણ પર્યટકો માટે પહેલી પસંદ બન્યું છે. ગરમ પાણીના આ ઝરણાને જોવા માટે દર વર્ષે દૂનિયામાંતઈ લાખો પ્રવાસીઓ આવી રહ્યાં છે. આ ઝરણાને લઈને સૌથી મોટો કોયડો એ છે કે અહીંયા રહેલુ ગરમ પાણીના સરોવર પોતાની મેળે બન્યાં છે કે પછી બનાવવામાં આવ્યાં છે.
