ગુજરાતમાં રાજકારણનું એપીક સેન્ટર આમતો વર્ષોથી ખાડિયા ગણાય છે. ગામ આખાની ખબર અને ખણખોદ ખડિયામાં સાંભળવા મળે છે. એટલુંજ નહિ, ખાડિયામાં સાંભળવા મળે છે. એટલુંજ નહિ, ખાડિયા એવો વિસ્તાર છે કે, જ્યાં સમય કાઢો એટલે રાજ્યની પોલીટીક્સ પલ્સ પકડવી સહેલી થઇ જાય છે. કારણ કે ભાજપનો ગઢ અને મધ્યમવર્ગીય મતદાતાના વિચારોનું સીધું દર્પણ ખાડિયા છે. છેલ્લાં બે દિવસથી ભાજપ દ્વારા પટેલોને તોડવાના અને કથિત રીતે ખરીદવાનાં આક્ષેપો પછી ભાજપનાં દરેક નેતાના પેટમાં તેલ રેડાયું છે. એમને મળતાં ફીડબેક ખરેખર કેટલા સાચાં છે એની કોઈને ખબર નથી એટલેજ રાયપુરના ભજીયાં હાઉસ પર જામતી મહેફીલમાં ચૂંટણીનો માહોલ જાણવા અમિત શાહ ભજિયાં ખાવાને બહાને મોડીરાત્રે ખાડિયા પહોંચી ગયા હતા.
અમિત શાહ અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા કમાન્ડો વગર ખડિયા જઈ રાયપુરના ભજીયા ખાવા બેઠાં અને રાત્રે બે વાગ્યે કાર્યકર્તાઓની કતાર લાગવા લાગી પોતાના મોટા પેટમાં મોટી વાતો સમાવી શકતાં અમિત શાહે ઘણા વખત પછી ડાયાબીટીસની ચિંતા કર્યા વગર ભાજપના કાર્યકરો અને સામાન્ય લોકોને ભજીયાં ખવડાવી ચૂંટણીનો મૂડ અને ભાજપની સ્થિતિ જાણવાનો પ્રયાશ કર્યો હતો.
અલબત્ત ભાજપના નેતાઓથી થોડા દૂર જઈને પણ લોકો જોડે કાનાફુસી પણ કરી અને અમદાવાદમાં રસ્તા, પાણી, ગટરની સમસ્યાથી પરેશાની કરતા વધારે નાના વેપારીઓની વાત સમજવાનો પ્રયાસ કર્યો રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી પહેલીવાર આમ આદમી વચ્ચે બેસી ભજીયા ખાતાંખાતાં ચૂંટણીની ચેસમાં કોંગ્રેસનું કેસલીંગ કેવી રીતે કરવું એનો પ્લાન કર્યો આ જોતા અવના દિવસે અમદાવાદની 18 સીટ પાર કોને ટિકિટ એવી એના માર્ક મુકવાની કવાયત અમિત શાહે સરળ કરવાનો પ્રયાસ કર્યો છે.એમને મળેલા આઈબીના રીપોર્ટથી સંતુષ્ટ નથી એટલે હવે આવના દિવસોમાં અમિત શાહ ડાયાબિટીસ ભૂલી ભજિયાં ભાજીપાંવ અને પિઝાના મીડલ ક્લાસના ફૂડ જંકશન પાર આવીજ રીતે અડધી રાતે આંટા મારશે અને ચૂંટણીની ચેસમાં પ્યાદાં, વઝીર અને ઘોડા ગોઠવશે