અમદાવાદ: બ્રિટેનના સ્ટાર ટેનિસ ખેલાડી એવા એન્ડી મરે અને તેમની પત્ની કિમના બીજીવાર માતા-પિતા બન્યા છે. એન્ડી મરેની પત્નીએ નાની પરીને જન્મ આપ્યો છે. એન્ડી મરે અને કિમનાએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. તેમની પહેલાથી જ એક દિકરી સોફિયા છે. સોફિયાનો જન્મ 2016માં થયો હતો.
મરે જુલાઇમાં પોતાની પત્ની ફરી એકવાર ગર્ભવતી છે તેવી જાણકારી આપી હતી. મરેને મંગળવારે રાત્રે એક પ્રદર્શનની મેચમાં ભાગ લીધો હતો. હિપ સર્જરીના કારણે મરે ટેનિસથી દૂર હતો. આ પ્રદર્શની મેચમાં તે સ્વિટ્ઝરલેન્ડના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે મરેને 6-3, 3-6, 10-6 થી માત આપી હતી. આ મેચ બાદ મરે પોતાની બીજી દિકરીના જન્મની જાણકારી શૅર કરી હતી.
બ્રિટેનના સ્ટાર ટેનિસ ખેલાડી અંગે ફેન્સ આશા દર્શાવી રહ્યા છે કે મરે જલ્દી ટેનિસ કોર્ટ પર વાપસી કરે તથા પોતાની નાની પરી તેમના માટે લકી ચાર્મ સાબિત થાય. મહત્વનું છે કે મરે વર્તમાન એટીપી રેંકિગમાં 16માં નંબરે છે.