corona કેસ વધતા સૌરાષ્ટ્રનાં યાર્ડ એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે અને નવી આવકો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જીરૂ-એરંડામાં આજથી જ સ્વૈચ્છીક હરાજી બંધ. ઘઉં-ચણામાં આવકો પૂરી થયા બાદ હરાજી બંધ થશે તેમ યાર્ડ વેપારી એસો.નાં ઉપ પ્રમુખે જણાવ્યું હતું.મગફળી કપાસ પાલ લાલ ડુંગળી સિવાય અન્ય તમામ જણસીઓ ની આવક બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સંદતર બંધ રાખવામાં આવી છે તેમજ જે માલ બજાર સમિતિમાં પડેલો છે તેમનો નિકાલ કરવામાં આવશે.ગોંડલ તાલુકામાં કોરોનાનાં સંક્રમણનાં પગલે સરપંચો, ભાજપના આગેવાનો, સામાજિક આગેવાનો સહકારી અગ્રણીઓની સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ કોલીથડ જિલ્લા પંચાયત સીટ નીચે આવતા ૨૪ ગામ કોલીથડ, આંબરડી, વંથલી, બેટાવડ, હરમડિયા, ગરનાળા, હડમતાળા, લુણીવાવ, ભુણાવા, મોટા મહીકા, નાના મહિકા, સેમળા, સડક પીપળીયા, ભરૂડી, પાટીયાળી, સીંધાવદર, વાડધરી, દાળિયા, રીબડા, રીબ, ગુંદાસરા, અને મૂંગા વાવડી ગામોમાં આગામી દસ દિવસ માટે સંપૂર્ણપણે ૨૪ કલાક લોકડાઉન લગાવવામાં આવ્યું છે આ દરમિયાન લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે એ માટે જેતે ગામના સરપંચ સાથે સંકલન કરવામાં આવ્યું છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ આસાનીથી મળી શકે અને કોરાના રોગ ન ફેલાય તે માટે ગંભીર તકેદારી રાખવામાં આવશે.
