બેન્ક ગ્રાહકો માટે વધુ એક માઠાં સમાચાર છે. હવે એટીએમમાંથી રોકડ નાણાં ઉપાડવા અને ડેબિટ કાર્ડના ચાર્જેસ વધી રહ્યા છે. હવે ગ્રાહકોએ એટીએમમાંથી નિર્ધારિત લિમિટ કરતા વધારે વખત રોકડ ઉપાડ્યા તો બેન્કે તેમની પાસેથી વધારે ચાર્જ વસૂલશે. રિઝ્રવ બેન્કે તાજેતરમાં જ બેન્કોને એટીએમ પરના ચાર્જ વધારીને 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ચાર્જિસના આ નવા રેટ 1લી જાન્યુઆરી, 2022થી લાગુ થશે.
ગ્રાહક પોતાના બેન્કના ATMથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરે છે. જેમાં નાણાંકીય અને ગેર નાણાંકીય ટ્રાન્ઝેક્શન પણ શામેલ છે. આનાથી વધારે ટ્રાન્જેક્શન થવા પર તેમણે દરેક એટીમ ટ્રાન્જેક્શન માટે 20 રૂપિયાથી વધુના નાણાંની ચૂકવણી કરવી પડશે, રોકડા નિકાળવા માટે બીજી બેન્કના એટીમનો ઉપયોગ કરવાવાળા ગ્રાહકો માટે મેટ્રો સિટીમાં ત્રણ અને નોન મેટ્રો સિટીમાં પાંચ ફ્રી એટીએમ ટ્રાન્જેક્શનની પરમીશન છે.
જૂન 2019માં આરબીઆઈએ એટીએમ ટ્રાન્જેક્શનના ઈન્ટરચેન્જ સ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપવાની સાથે સાથે એટીએમ ચાર્જીસની સમિક્ષા કરવા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.
આરબીઆઈએ એટીએમ ટ્રાન્જેક્શનની ઈંટરચેન્જ ફી તમામ ફાઈનાશિયલ ટ્રાન્જેક્શન 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા અને નોન-ફાઈનાનશિયલ ટ્રાન્જેક્શન માટે 5થી વધારીને 6 રૂપિયા કરવામાં આવી છે. નવા દરો 1 ઓગસ્ટથી લાગું થશે. આરબીઆઈના અનુસાર ઈન્ટરચેન્જ ફી બેન્કો દ્વારા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ પ્રોસેસ કરવાવાળા મર્ચન્ટથી લાવવાળો દર છે.