બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. પાલનપુર તાલુકાના ભાગળ ગામે શુક્રવારે મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ ફાયરિંગ કર્યું હતું. જે મામલે પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. અંગત અદાવતમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.ફાયરિંગમાં ઇમરાન આગલોડીયા નામના વ્યક્તિને પગમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતો. આ ચારેય આરોપીઓ ફાયરિંગ માટે જે હથિયારો વપરાયું તે ક્યાંથી લાવ્યા હતા. આ તમામ બાબતોને લઈને અત્યારે પાલનપુર તાલુકા પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ચાર આરોપીઓ પાસેથી ગુનાના કામમાં વાપરવામાં આવેલી દેશી પિસ્તોલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
